(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 31: અમદાવાદ સરદાર
વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ કસટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા દાણચોરીનો પર્દાફાશ
કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ દ્વારા કુઆલાલુમ્પુરથી આવેલી એક મહિલા મુસાફરત ગુપ્ત
ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી બે લંબગોળ કેપ્સ્યુલ છુપાવી હતી, જેમાં પ્રવાહી કેમિકલયુક્ત
સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની તપાસ કરતા 83 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં
આવ્યું છે.
તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી
ઉઠયા હતા. મહિલાએ સોનાની દાણચોરી કરવા માટે અત્યંત જોખમી રસ્તો અપનાવ્યો હતો. તેણે
સોનાની પેસ્ટ બનાવી તેને બે કેપ્સ્યુલમાં ભરી હતી અને આ કેપ્સ્યુલ્સ પોતાના શરીરમાં
(ગુદાના ભાગે) છુપાવી હતી. કસ્ટમ્સ વિભાગે આ બંને કેપ્સ્યુલ્સ જપ્ત કરી છે, જેમાંથી
કુલ 553 ગ્રામ સોનું મળી આવ્યું છે. કસ્ટમ્સ
વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ આ સોનું જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.