નવી
દિલ્હી તા.1: ઇટાલી સતત ત્રીજીવાર ફૂટબોલ વર્લ્ડ કપમાં કવોલીફાય થવામાં અસફળ રહ્યું
છે. ફીફા વર્લ્ડ કપ યૂરોપિયન કવોલીફાયર્સ ટૂર્નામેનટના ફાઇનલમાં ઇટાલીને બોસ્નિયા અને
હર્જેગોવિના ટીમ વિરૂધ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં 1-4 ગોલથી હારનો સામનો કરવો પડયો હતો. આથી
તેનું વર્લ્ડ કપમાં સામેલ થવાનું સપનું ફરીવાર તૂટયું હતું. ફીફા વર્લ્ડ કપ 11 જૂનથી
19 જુલાઇ દરમિયાન અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાવાનો છે. જેમાં 48 ટીમ ભાગ લેશે.
જેમાં ચાર વખતની પૂર્વ ચેમ્પિયન ઇટાલી ટીમ કવોલીફાય થઇ નથી. આમ ફૂટબોલ વિશ્વ કપ અગાઉ
જ ઉલટફેરની શરૂઆત થઇ ચૂકી છે. વર્ષ 1932, 1938, 1982 અને 2006 ફૂટબોલ વિશ્વ કપમાં ઈટાલી
ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.