અમદાવાદ,
તા.1 : સુપ્રીમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારનો હુકમ રદ કર્યા બાદ તેનાં અનુસંધાને આજે
ગુજરાત હાઇ કોર્ટે દ્વારા અદાણી સેઝની ગૌચર જમીન અંગે તેના પક્ષકારો દ્વારા કરવામાં
આવેલી પીઆઇએલ પણ રદ કરવામાં આવી હતી.
ગુજરાત
હાઇ કોર્ટે સુપ્રીમ કોર્ટે દ્વારા તા.27.01.2026ના રોજ પસાર કરવામાં આવેલા હુકમના પરિપ્રેક્ષ્યમાં
થેયલી પીઆઇએલને રદ કરતો હુકમ પસાર કરવામાં આવ્યો હતો.
વધુમાં
ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જાણવામાં આવ્યું કે આ હુકમ સુપ્રીમ કોર્ટે દ્વારા તા.27.01.2026ના
રોજ પસાર કરવામાં આવેલા હુકમના પારા નં.7 ના પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવે છે.
સુપ્રીમ
કોર્ટના આ નિર્ણયથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે.
જે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.