એનગિડી
અને નટરાજનની 3-3 અને કુલદીપની 2 વિકેટ
લખનઉ
તા.1: દિલ્હી કેપિટલ્સના પેસ એન્ડ સ્પિન આક્રમણ સામે લખનઉ સુપર જાયન્ટસ ટીમ 18.4 ઓવરમાં
141 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. લખનઉ તરફથી મીડીયમ પેસર્સ લૂંગી એનગિડી
અને એન. નટરાજને 3-3 વિકેટ લીધી હતી. જયારે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને 2 અને કેપ્ટન
અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી. લખનઉનો કપ્તાન ઋષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો અને 7 રને
ફોલો-થ્રૂમાં કમનસીબ પણે રનઆઉટ થયો હતો. લખનઉ ટીમે આખરી પ વિકેટ 36 રનમાં ગુમાવી હતી.
લખનઉ
તરફથી સૌથી વધુ 36 રન અબ્દુલ સમદે 2પ દડામાં 3 ચોક્કા-1 છક્કાની મદદથી કર્યાં હતા.
જયારે ઓપનર મિચેલ માર્શ 28 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી 3પ રને આઉટ થયો હતો. પૂરન 8,
માર્કરમ 11, બડોની 0, મુકુલ ચૌધરી 14 અને શમી 1 રને આઉટ થયા હતા. શાહબાઝ અહમદ 1પ રને
નોટઆઉટ રહ્યો હતો. દિલ્હીના કપ્તાન અક્ષર પટેલનો ટોસ જીતીને ઇકાના સ્ટેડિયમની ધીમી
પિચ પર બોલિંગ કરવાનો નિર્ણય સફળ સાબિત થયો હતો.