• બુધવાર, 01 એપ્રિલ, 2026

મુંબઇના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નહીં : કપ્તાનીના મામલે બે જૂથ ?

મુંબઇ તા.31: પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન અને 13 વર્ષના લાંબા અંતરાલ પછી આઇપીએલના પ્રારંભિક મેચમાં જીતનો સ્વાદ ચાખનાર મુંબઇ ઈન્ડિયન્સ ટીમના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર ન હોવાના રિપોર્ટ છે. ભારતનો ટી-20 વિશ્વ કપ વિજેતા કપ્તાન સૂર્યકુમાર મુંબઇ ઇન્ડિયન્સનો કપ્તાન નથી. હાર્દિક કપ્તાની સંભાળે છે. કેકેઆર સામેના પહેલા મેચમાં સૂર્યકુમારને ઇલેવનની બહાર રાખી ઇમ્પેકટ પ્લેયર તરીકે પસંદ કરાયો હતો. ડગઆઉટમાં સૂર્યકુમારના ચહેરા પર નારાજગીના ભાવ સ્પષ્ટ દેખાઇ આવતા હતા. કેકેઆર સામે સૂર્યકુમારે 8 દડામાં 16 રન કર્યાં હતા. કેકેઆર સામેની જીત પછી એમઆઇના હેડ કોચ જયવર્ધને સ્પષ્ટતા કરવી પડી કે સૂર્યકુમાર અનમોલ ખેલાડી છે. તેનો અમે સાચવીને ઉપયોગ કરીએ છીએ. આથી તેને ફિલ્ડીંગથી દૂર રાખી ફકત બેટિંગમાં ઉપયોગ કરાયો હતો. બીજી કોઇ કહાની નથી. જો કે રિપોર્ટ અનુસાર રોહિત સહિતના એમઆઇના કેટલાક સીનીયર ખેલાડીઓ સૂર્યકુમારને કપ્તાની સોંપવાની તરફેણમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક