યુવકને ડેલામાં ગોંધી રાખી પ્લાસ્ટિકની
નળી અને ઢીકાપાટુનો માર માર્યો
જામનગર,
તા.1 : શહેરના અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં ચોરીની શંકાના આધારે એક યુવકની
ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. એસી રિપારિંગની દુકાનમાંથી કોપર પાઇપની ચોરી થઈ
હોવાની શંકા રાખી ચાર અજાણ્યા શખસોએ રાજુભાઈ કોષ્ટી અને સંજય નામની બે વ્યક્તિનું અપહરણ
કર્યું હતું.
આરોપીઓ
બન્નેને લીમડાલેન વિસ્તારના એક ડેલામાં લઈ ગયા હતા, જ્યાં પ્લાસ્ટિકની નળી અને ઢીકાપાટુ
વડે નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે રાજુભાઈનું
મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સંજયભાઈ હાલ સારવાર હેઠળ છે. મૃતકના જમાઈની ફરિયાદના
આધારે પોલીસે ચાર શખસ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી કેટલાક શકમંદોની અટકાયત કરી
વધુ તપાસ હાથ ધરી છે.