• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ભારતનો ઓઇલ પુરવઠો 20થી 40 દિવસ માટે પૂરતો

PNGRB સચિવે કહ્યું, કેટલાક મહિના ચાલે તેવી રીતે પુરવઠો વધારવો અશક્ય

નવીદિલ્હી, તા.1 : ભારતમાં તરલ ઇંધણનો મોજૂદ ભંડાર દેશની 20થી 40 દિવસની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો હોવાનું પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ(પીએનજીઆરબી)ના સચિવ અંજન કુમાર મિશ્રાએ કહ્યું છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, આ ભંડાર અનેક મહિનાઓ સુધી ચાલે તેવી રીતે વધારી શકાય નહીં. જો કે ડરવાની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું.

નવીદિલ્હીમાં આયોજિત પીએચડીસીસીઆઇ હાઇડ્રોકાર્બન સમિટ 2026 દરમિયાન વર્તમાન ઊર્જા સ્થિતિ અને વૈશ્વિક સંકટની ચર્ચા કરતા મિશ્રાએ કહ્યું હતું કે, આપણી પાસે પહેલાથી જ ઇંધણનો અનામત જથ્થો છે. જેને એવી રીતે ન વધારી શકાય કે અનેક મહિનાઓ સુધી ચાલે. 

ઇ-પેપરના નવા શુલ્ક