ગુવાહાટી, તા.31 : રાજસ્થાન રોયલ્સે ગઈકાલના મેચમાં સીએસકે વિરુદ્ધ 8 વિકેટની જીત સાથે આઇપીએલ-2026ની શાનદાર શરૂઆત કરી છે. મેચ બાદ રાજસ્થાનના કપ્તાન રિયાન પરાગે 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની ભરપૂર પ્રશંસા કરી હતી. જેણે 1પ દડામાં તોફાની અર્ધસદી કરી હતી.
રિયાને
કહ્યંy, ટોસ અમારા માટે લકી રહ્યો. માટીની વિકેટ હતી. વરસાદ પણ પડયો હતો. આ પછી અમારા
બોલરોએ યોજના સારી રીતે લાગુ કરી. અમે પૂરી સીઝન આ પ્રકારનું સ્માર્ટ ક્રિકેટ રમવા
માગીએ છીએ. ગુવાહાટીની પીચ જડ્ડુભાઇ (જાડેજા) માટે પણ અનુકુળ રહી. અમારું લક્ષ્ય ટ્રોફી
જીતવાનું છે.
વૈભવની
પ્રશંસામાં કહ્યંy, તારે પૂરા 14 મેચ રમવાના છે. મીડિયાની વાતો ધ્યાન પર લેવી નહીં.
તે જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે હું અને ધ્રુવ જુરલે બીજા દર્શકોની જેમ તેની રમત
જોતા હતા. અમે નસીબદાર છીએ કે આ પ્રતિભાશાળી ખેલાડી અમારી ટીમમાં છે.