મુંબઈ,
તા.1: આઇપીએલની સમાપ્તિ પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેના ટૂંકા પ્રવાસે જશે. આ પ્રવાસ
જુલાઇના અંતિમ સપ્તાહમાં હશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની ટી-20 શ્રેણી
રમશે. આ ત્રણેય મેચ હરારેમાં રમાશે. શ્રેણીના ત્રણ મેચ અનુક્રમે 23, 2પ અને 26 જુલાઇએ
રમાશે. આમ ચાર દિવસમાં ત્રણ મેચની ટક્કર જોવા મળશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઝિમ્બાબ્વે
સામેની શ્રેણી અગાઉ ભારતીય ટીમ આયરલેન્ડ સામે બે અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની
ટી-20 શ્રેણી રમશે.
ભારતીય
ટીમે ઝિમ્બાબ્વેનો આખરી પ્રવાસ 2024 જુલાઇમાં કર્યો હતો. એ વખતે પાંચ મેચની ટી-20 શ્રેણી
રમાઈ હતી. પહેલા મેચમાં હાર સહન કર્યા પછી શુભમન ગિલની ટીમનો 4-1થી શ્રેણી વિજય થયો
હતો. આવતા વર્ષે 2027 જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વે ટીમ ભારત પ્રવાસે આવશે અને 3 વન ડેની
શ્રેણી કોલકતા, હૈદરાબાદ અને મુંબઈમાં રમશે.