• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ઓરેકલની મોટાપાયે છંટણી : 12 હજાર ભારતીય કર્મચારીઓને છૂટ્ટા કર્યા

મોટાપાયે છંટણીથી આઈટી ક્ષેત્રમાં કામ કરતાં લોકોમાં ફફડાટ

નવીદિલ્હી, તા.1 : અમેરિકાની ટેક દિગ્ગજ કંપની ઓરેકલે ભારતમાં મોટા પાયે કર્મચારીઓની છંટણી કરતાં ખળભળાટ મચી ગયો છે. આશરે 12 હજાર કર્મચારીને ઓરેકલે કાઢી મૂક્યા છે અને આવનારા સમયમાં હજી પણ વધુ કર્મચારીઓને ઘટાડે તેવી આશંકા છે. જેને પગલે આઇટી ક્ષેત્રમાં કામ કરતાં વ્યવસાયિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

કંપની દ્વારા વૈશ્વિક સ્તરે 30 હજાર જેટલા કર્મચારીઓને છૂટ્ટા કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે જ ભારતમાં છંટણી કરવામાં આવી છે. આજે સવારે ઓરેકલના કર્મચારીઓને કંપનીનાં શીર્ષ નેતૃત્વ તરફથી ઇ-મેઇલ મળ્યા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમની ભૂમિકા સમાપ્ત કરવામાં આવી રહી છે. કંપનીએ આને સંગઠનાત્મક બદલાવ ગણાવીને કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટ્ટા કરી દીધા છે. અચાનક આવેલા આ આદેશથી સમગ્ર આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકો ચિંતિત બનયા છે. ખાસ કરીને બેંગ્લુરુ જેવાં શહેરોમાં આઇટી ક્ષેત્રમાં વ્યવસાય કરતાં લોકોમાં આની ભારે ચિંતા જોવા મળી છે.

કંપનીએ પોતાનાં ખર્ચમાં ઘટાડો કરવા અને કારોબારનું માળખું બદલવા માટે આ પગલાં લીધાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક