• બુધવાર, 01 એપ્રિલ, 2026

ઇરાન યુદ્ધની વચ્ચે ગુજરાતના 50 હજાર પ્લાસ્ટિક એકમો સંકટમાં

એકમો બંધ થશે તો અસંખ્ય લોકો રાજગારીથી હાથ ધોઇ બેસશે

અમદાવાદ, તા. 31 માર્ચ: ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે સંકટમાં આવી ગયો છે. પ્લાસ્ટિક દાણાના ભાવ 50થી 70 ટકા વધી જતા સંકટ ઘેરાયું છે. રૂ. 2,00,000 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતા દાણાના ભાવમાં વધારો ક્રૂડની તેજીને લીધે થઇ જતા પ્લાસ્ટિકની બોટલથી માંડીને ઓટો પાર્ટ્સ અને મશીનરીના પાર્ટ્સ તથા રમકડાં સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતા એકમો માટે અસ્તિત્ત્વ ટકાવી રાખવું અસહ્ય બન્યું છે. જો આ એકમો બંધ થશે તો અસંખ્ય લોકો રોજગારીથી હાથ ધોઇ બેસશે. 

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (જીએપીએમએ)ના પ્રમુખ અનિષ પટેલે જણાવ્યુ હતું કે ગુજરાતમાંથી પ્લાસ્ટિક પ્રોડક્ટસની નિકાસ કરોડોની કિંમતની થાય છે. વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. સાથે સાથે, કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદનની સતતતા જાળવવી મુશ્કેલ બની રહી છે. ઉપરાંત કાચા માલના ભાવ વધી જતા વર્કિંગ કેપિટલની જરૂરિયાત વધી જતા કોલેટરલ વિના જ 50 ટકા ધિરાણ આપવાની પણ માગ કરવામાં આવી છે. તેમજ ઉદ્યોગની પેન્ડિંગ રૂ. 4000થી 5000 કરોડની સબસિડી પણ છૂટ કરવાની માગ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે પોલિમર ભાવોમાં અતિરિક્ત ચડાવ-ઉતારને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં, હાલના સંજોગોમાં એમએસએમઇ એકમોને વગર વ્યાજે લોન, વર્કિંગ કેપિટલ મર્યાદા વધારો કરવો જોઇએ. આયાત શુલ્કમાં રાહત: મહત્ત્વના કાચા માલ પર ડયુટીમાં ઘટાડો, કાયદાકીય પાલનમાં સમયબદ્ધ છૂટછાટ અને સમયમર્યાદામાં રાહત, હાલની કાચા માલોની કટોકટીને 5હોંચી વળવા પ્લાસ્ટિક રિસાયકાલિંગને પ્રોત્સાહન આપતા પગલા લેવા જોઈએ.  તેમજ ફોર્મયુલેશનમાં 0 ટકા રિસાયકલ્ડ મટીરિયલ વપરાશના ધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિમાં પોલિમરના ભાવોમાં અસામાન્ય અને અચાનક વધારો થયો છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડી છે. એમએસએમઇ એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ ઊભુ થયું છે. પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85 ટકા એમએસએમઇ એકમો જેમની માટે કાચા માલનો ખાસ ક્વોટા અલગથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ છેલ્લા 30 દિવસમાં કાચા માલોમાં 50 થી 70 ટકા વધારો થયેલ છે જેને નિયંત્રિત કરવું જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક