ગઢડા, તા.31: નીંગાળા ગામે રહેતા મિત હરેશભાઈ કાસોદરિયા નામના યુવકને કેટલાક શખસોએ રસ્તામાં રોકી, પકડી રાખી લાકડીઓ તેમજ ઢીકા-પાટુ વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો તેમજ હુમલાખોરોએ માર મારવાની ઘટનાનો બનાવેલો વીડિયો વાયરલ થતા ચકચાર ફેલાઇ છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને હેરાન કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે ગઢડા પોલીસ મથકમાં ભરત વેરશી સાથળિયા, પ્રેમ ભરત સાથળિયા અને સચિન ભરત સાથળિયા નામના ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાન આવી છે. જે પૈકી પોલીસે કાર્યવાહી હાથ ધરી એક આરોપી ભરત સાથળિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર બે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.