• બુધવાર, 01 એપ્રિલ, 2026

એર ઈન્ડિયાના વિમાનમાં 36 હજાર ફૂટ ઊંચે પાયલટની કેબિનમાં ધુમાડાની શંકા

નવી દિલ્હી, તા. 31 : એર ઇન્ડિયાની વિમાનમાં ઉડાન દરમિયાન સર્જાયેલી એક અણધારી પરિસ્થિતિએ મુસાફરોમાં થોડી ક્ષણ માટે ભય ફેલાવ્યો હતો. પરંતુ પાઇલોટ્સની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

મળતી વિગતો મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1523 બાગડોગરાથી દિલ્હી જઈ રહી હતી ત્યારે આશરે 36000 ફૂટની ઊંચાઈએ વિમાનની કેબિનમાં એવિઓનિક્સ પેનલમાંથી ધુમાડો નીકળવાની શંકા ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પાઇલોટ્સે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિમાનને નજીકના એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાએ થોડા સમય માટે મુસાફરોમાં ચિંતા જન્માવી હતી. વિમાનને તરત જ ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું અને સાંજે લગભગ 5:17 વાગ્યે સલામત રીતે તાકીદની સ્થિતિમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પહેલાથી જ ફાયર, મેડિકલ અને રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડબાય પર હતી. જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક