• મંગળવાર, 01 જુલાઈ, 2025

પહલગામ હુમલો : એક આતંકી ઓળખાયો

ગઈંઅ ટીમે પકડેલા બે શખસે કરી કબૂલાત : ત્રણમાંથી એકનું નામ સુલેમાન શાહ છે

શ્રીનગર, તા. 23 : પહેલગામ હુમલાના ત્રણમાંથી એક આતંકવાદીની ઓળખ થઈ ચૂકી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ધરપકડ કરેલા બે શખ્સે કહ્યું હતું કે, હુમલા કરનાર ત્રણમાંથી એક આતંકવાદીનું નામ સુલેમાન શાહ છે. બાકી બે પાકિસ્તાની આતંકવાદીનાં નામનો ખુલાસો હાલતુરંત કરાયો નથી. સુલેમાન પણ એ જ આતંકી નેટવર્કનો હિસ્સો છે, જેમાં બીજા આતંકી હતા. એ આતંકીઓની તસવીર પહેલગામ બાદ સામે આવી હતી, જેમાં હાશિમ મુસા, તલ્હાભાઈ અને જુનૈદ હતા. જો કે, જુનૈદ વીતેલાં વર્ષે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જુનૈદના મોબાઈલમાં પણ એ આતંકવાદીઓની તસવીરો મળી હતી.

એ તસવીરોમાં આજે જેની ઓળખ થઈ ચૂકી છે એ સુલેમાન શાહની તસવીર પણ જોવા મળી હતી. અનેક પીડિત પરિવારોએ પણ નાપાક આતંકવાદીની ઓળખ કરી લીધી હતી. પહેલગામ હુમલાના બે મહિના બાદ રવિવારે એનઆઈએ ટીમે બે

શખ્સ પકડયા હતા.

એનઆઈએની તપાસમાં ખુલાસો થયો છે કે, આ બંને પકડાયેલા શખ્સે જ પહેલગામ હુમલો કરનાર આતંકીઓને આશ્રય આપ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક