• મંગળવાર, 01 જુલાઈ, 2025

ક્યા ત્રણ અણુમથક બન્યા નિશાન ?

7 સ્ટીલ્થ બી-ટૂ બોમ્બરથી

30 હજાર પાઉન્ડનાં બંકર બસ્ટર બોમ્બ ઝીંકવામાં આવ્યા

 

ફોર્દો પરમાણુ કેન્દ્ર ઉપર બંકર બસ્ટર બોમ્બ દાગ્યા

ઈઝરાયલે છેલ્લા 9 દિવસમાં ઈરાનની અનેક પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પણ તે મહત્ત્વનાં ફોર્ડો ફ્યૂલ એન્રીચમેન્ટ ન્યૂક્લિઅર પ્લાન્ટ સુધી આંબી શક્યું નહોતું. આ એક સઘન સુરક્ષા ધરાવતું મથક છે અને એક પહાડીમાં 80 મીટર ઉંડે બનેલું છે.

નિષ્ણાતો કહે છે કે, આ મથક કોઈપણ પ્રકારનાં હવાઈ હુમલાનો સામનો કરી શકે તેમ છે અને તેને તબાહ કરવાની એકમાત્ર તાકાત અમેરિકા પાસે છે. જેને અમેરિકાએ નિશાન બનાવી નાખ્યું છે. જેનાં માટે 12 જીબીયુ-પ7 બંકર બસ્ટર બોમ્બનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ઈસ્ફહાન અણુમથક ઉપર ટોમહોક ક્રૂઝ મિસાઈલનો મારો

આ મથકમાં અનેક આધુનિક સુવિધા છે જે યેલોકેકને યુરેનિયમ હેક્સાફ્લોરાઈડમાં રૂપાંતરિત કરે છે. રિએક્ટરનાં ઈંધણનું ઉત્પાદન કરે છે અને  પરમાણુ શત્ર માટે યુરેનિયમ ધાતુ પણ અહીં બનાવાતી હોવાની આંશકા છે. આ સ્થાન તેહરાનથી આશરે 350 કિ.મી. અંતરે દક્ષિણપૂર્વમાં ઈસ્ફહાન શહેરમાં છે અને ત્યાં હજારો પરમાણુ વૈજ્ઞાનિકો સામાન્ય સંજોગોમાં કામ કરતા રહ્યા છે. આને નિશાન બનાવવા માટે અમેરિકાની સબમરિન માટેથી 24 ટોમહોક ક્રૂઝ મિસાઈલો દાગવામાં આવી હતી.

નાતાંઝ અણુકેન્દ્ર ઉપર 30 હજાર પાઉન્ડનાં બે બોમ્બ ફોડાયા

ઈરાનનાં દક્ષિણમાં સ્થિત નાતાંઝ પરમાણુ સ્થાન ઈરાનની સૌથી મોટી અણુ સુવિધા અને સોફિસ્ટિકેટેડ એન્રીચમેન્ટ સાઈટ છે. અહીં હજારો આધુનિક સેન્ટ્રીફ્યૂઝ છે જેમાં 60 ટકા સુધી ન્યૂક્લિઅર એન્રીચ થઈ શકે છે. આ સ્થાન લાંબા સમયથી ઈરાનનાં પરમાણુ પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. જેને દર વખતે નિશાન બનાવવાનાં પ્રયાસ થયા છે. તાજેતરનાં વર્ષોમાં ઈરાને અહીં ભૂગર્ભ માળખાનું નિમાર્ણ શરૂ કર્યુ હતું. જેનાં હિસાબે પરંપરાગત હુમલા કરીને તેને નિશાન બનાવવું કઠિન થઈ ગયું હતું. જો કે અમેરિકાએ આજે અહીં 30 હજાર પાઉન્ડનાં બે બંકર બસ્ટર બોમ્બ ફોડીને વિધ્વંસ મચાવી દીધો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક