-
દેશભરમાં નક્સલ સંગઠનના
સંચાલનને સંભાળતો બસવરાજૂ છત્તીસગઢમાં
એન્કાઉન્ટરમાં
ઠાર : પીએમ મોદી અને ગૃહ મંત્રી શાહે જવાનોના પરાક્રમની સરાહના કરી
નવી
દિલ્હી, તા. 21 : છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ
ચાલી રહી છે.જેમાં 27 જેટલા નક્સલવાદી ઠાર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં એક કુખ્યાત
નક્સલી પણ માર્યો ગયો છે. જેના ઉપર 1.5 કરોડ રૂપિયાનું ઈનામ હતું. આ નક્સલી નેતાનું
નામ બસવરાજૂ છે. જે 1970ના દશકથી દેશમાં ચલાવવામાં આવેલા માઓવાદી આંદોલનને સક્રિય રાખી
રહ્યો હતો અને દેશભરમાં નક્સલી સંગઠનના સંચાલનની જવાબદારી બસવરાજૂ ઉપર જ હતી. કાર્યવાહી
બાદ 27 મૃતદેહ સાથે ભારે માત્રામાં હથિયાર જપ્ત થયા હતા. સુરક્ષા દળોની આ સફળતાને પીએમ
મોદી અને ગૃહ મંત્રી શાહે જવાનોના પરાક્રમને વખાણ્છયું હતું.
અહેવાલ
અનુસાર નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના ચાર જીલ્લામાં જીલ્લા રિઝર્વ
ગાર્ડ દ્વારા નક્સલ વિરોધી ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. ડીઆરજીને સુચના મળી હતી કે
નક્સલીઓનો એક મોટો નેતા અંબૂઝમાડના કોઈ ખાસ વિસ્તારમાં છુપાયેલો છે. કાર્યવાહીમાં સુરક્ષા
દળે 30 જેટલા નક્સલીઓનો ખાત્મો કર્યો છે. જ્યારે
પોલીસ દળનો એક સહયોગી શહીદ થયો છે અને એક જવાનને ઈજા પહોંચી હતી.
કાર્યવાહીમાં
સૌથી મોટી સફળતા બસવરાજૂના ખાત્માથી મળી છે. નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવા રાજૂ ઉર્ફે
ગગન્ના ઉપર દોઢ કરોડ રૂપિયાનું ઈનામ હતું. દેશમાં નક્સલીઓનો ચીફ બસવરાજૂ હતો. બસવરાજૂ
ઉપર જ દેશભરમાં નક્સલ સંગઠનના સંચાલનની જવાબદારી
હતી.
છત્તીસગઢમાં
સુરક્ષા દળોને મળેલી સફળતા ઉપર પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના સૈનિકો ઉપર ગર્વ છે.
સરકાર માઓવાદના જોખમને ખતમ કરવા અને લોકો માટે શાંતિપુર્ણ તેમજ પ્રગતિશિલ જીવન સુનિશ્ચિત
કરવા પ્રતિબદ્ધ છે. બીજી તરફ અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદને ખતમ કરવાની લડાઈમાં
ઐતિહાસિક ઉપલબ્ધિ મળી છે. જેમાં 27 ખુંખાર માઓવાદી ઠાર થયા છે અને શીર્ષ નક્સલ નેતા
બસવરાજૂ પણસામેલ છે. આ સફળતા માટે તેઓ બહાદુર જવાનોની સરાહના કરે છે.
આ અગાઉ ગયા મહિને સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે એક
મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. જેને બ્લેક
ફોરેસ્ટ કોડ આપવામાં આવ્યો હતો. 21 દિવસ બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું
અને દાવો કરાયો હતો કે નક્સલીઓની ટોપ લીડરશિપ
અને સશત્ર શાખની ખુંખાર બટાલિયન-1ને ભયંકર નુકસાન પહોંચ્યું છે. અથડામણમાં 31 નક્સલી
ઠાર થયા હતા.