રાજ્યમાં
16મી સિંહ વસતિ ગણતરી પૂર્ણ : 2020ની તુલનાએ 217 સિંહ વધ્યાં : 11 જિલ્લાના 58 તાલુકાના
35 હજાર ચો.કિ.મી. વિસ્તારમાં 3854 માનવબળે આધુનિક ટેક્નોલોજીથી કરી વસતિ ગણતરી
અમદાવાદ,
જૂનાગઢ તા.21 : રાજ્યમાં 16મી સિંહ વસતિ ગણતરી પૂરી થઈ છે જેમાં ગુજરાતની શાન સમા સિંહોની
સંખ્યા 891 જેટલી નોંધાઈ છે. આ ગણતરીમાં નગર સિહોની સંખ્યા 196, માદા 330, પાઠડા અને
બાળ સિંહ 365 મળીને કુલ સિંહોની સંખ્યા અંદાજ 891 જેટલી થઈ છે. વર્ષ 2020માં થયેલી
સિંહોની વસતિ ગણતરી વખતે રાજ્યમાં કુલ સિંહોની સંખ્યા 674 જેટલી હતી. જે હવે 2025ની
16મી વસતિ ગણતરીમાં સિહનો સંખ્યા 891 થતા કુલ 217 જેટલી સિંહોનો વધારો થયો હોવાનો અંદાજ
મૂકાયો છે.
ગુજરાતમાં
વર્ષ 2001માં સિંહની સંખ્યા 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં
674 હતી. તાજેતરમાં ગત તા.10થી 13 દરમિયાન રાજ્યમાં બે તબક્કામાં 16મીં સિહ ગણતરી હાથ
ધરવામાં આવી હતી. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 35 હજાર ચો.કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ,
એનજીઓ, સરપંચો, ગ્રામજનો મળી 3854 માનવબળ જોડાયું હતું આ ગણતરીમાં મોર્ડન ટેક્નોલોજીનો
ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વસ્તી ગણતરી વધીને 891 થઈ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની
દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું
સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
16મી
વસ્તી ગણતરીમાં જૂનાગઢ જિલ્લામાં 191, ગીર-સોમનાથ જિલ્લામાં 222, અમરેલી જિલ્લામાં
339, ભાવનગર જિલ્લામાં 116, પોરબંદર જિલ્લામાં 16, રાજકોટ જિલ્લામાં 6 અને દેવભૂમિ
દ્વારકા જિલ્લામાં 1 સિંહ નોંધાયો છે. કુલ 891ની વસ્તીમાં સિંહ 196, સિંહણ 330, પાઠડા
સિંહ 62, પાઠડી સિંહણ 78 જ્યારે સિંહ બચ્ચા 225
નોંધાયા
છે. મહત્વની બાબત એ છે કે, છેલ્લા બે ત્રણ દશકમાં સરેરાશ સિહોની સંખ્યા અને તેના વિસ્તારમાં
ખૂબ જ નોંધપાત્ર અને હકારાત્મક વધારો થઈ રહ્યો છે જે ગીરમાં સિંહના સંવર્ધનની સાથે
‘પ્રોજેક્ટ લાયન’ માટે પણ એક નવી આશાનું કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત
પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહનું અસ્તિત્વ અને તેની સંખ્યા નોંધાઈ છે
જે ગીરની સાથે સૌરાષ્ટ્રમાં સિંહના નવા નિવાસ્થાન તરીકે ઉજળી શક્યતાઓ વ્યક્ત કરી
રહ્યા
છે.
વન
મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના
અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહની આ વસ્તી
અંદાજોના આંકડાઓની જાહેરાત કરી હતી. પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારે
વન વિભાગ દ્વારા સિંહની વસતિ અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ
અને રિયલ લાયન ટ્રાકિંગ કર્યુ છે, તેની વિગતો આપી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક
અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડૉ. જયપાલાસિંહ અને
વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્ય
સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પધ્ધતિથી
સિંહની વસતિ અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ 10મીથી 13મી-મે,
2025 દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાઓના 35,000 ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને
સરપંચો, ગ્રામજનો સહિત 3854નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું.
મે-1960માં
મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારે સિંહોની પગલાની છાપને આધારે સિંહોની વસતિ ગણતરી
કરવામાં આવતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં
સિંહો વસતિ અંદાજની અગાઉની પરંપરાગત પધ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ
એટ બ્લોક સિસ્ટમ દાખલ કરાવી હતી. જેના આધારે
આ વખતની ગણતરી કરવામાં આવી છે.
વડાપ્રધાને
74માં સ્વતંત્રતા દિવસે, સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની
કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં
પ્રોજેક્ટ લાયન 20247ના ભવિષ્યલક્ષી આયોજન અંગે પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું
હતું અને કહ્યું હતું કે, સિંહોના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ લાયન
2047ને વધુ સંગીન રીતે સાકાર કરશે.
----------
કેવી
રીતે થઈ સિંહોની વસતિ ગણતરી ?
- સિંહની
વસતિના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો હતો
- વ્યક્તિગત
ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા
વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
- અમુક
સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા, જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન
મેળવવામાં મદદ મળી હતી.
- ય-લીષરજ્ઞયિતાિં
એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી
- જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ
અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો
- જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત
કરવા, સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર
નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો
- જરૂર
જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા અઈં આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ
કરવામાં આવ્યો હતો