• શનિવાર, 27 જુલાઈ, 2024

મહિલા પ્રીમિયર લીગમાં 165 ખેલાડી ઉપર દાવ નિલામીમાં 100થી વધારે ભારતીય મહિલા ખેલાડી

નવી દિલ્હી, તા. 2: મહિલા પ્રીમિયર લીગ માટે નવમી ડિસેમ્બરના રોજ થનારી નિલામીમાં કુલ 165 ખેલાડી ભાગ લેશે. ડબલ્યુપીએલનું બીજું સંસ્કરણ આગામી વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં આયોજિત કરવામાં આવશે. બીસીસીઆઇએ શનિવારે જારી કરેલી પ્રેસનોટમાં કહ્યું છે કે, નિલામીમાં ભાગ લેનારા 165 ખલાડીઓમાં 104 ખેલાડી ભારતના અને 61 ખેલાડી વિદેશી છે. વિદેશી ખેલાડીઓમાંથી 15 ખેલાડી એસોસિયેટ દેશોની છે. 

56 મહિલા ખેલાડી એવી છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે જ્યારે 109 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો અનુભવ નથી. તમામ પાંચ ટીમમાં વધુમાં વધુ 30 જગ્યા ખાલી છે. જેમાંથી 9 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. વેસ્ટ ઇન્ડિઝની ઓલરાઉન્ડર ડીંડ્રા ડોટિન અને ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર કિમ ગાર્થે પોતાની બેઇઝ પ્રાઇસ સૌથી વધારે 50 લાખ રૂપિયા રાખી છે.

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સદરલેન્ડ અને જોર્જિયા વેયરહેમ, ઇંગ્લેન્ડની વિકેટકીપર એમી જોન્સ અને દક્ષિણ આફ્રિકી બોલર શબનીમ ઇસ્માઇલ ચાર ખેલાડી છે. જેની બેઇઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા છે. તમામ પાંચ ટીમ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કુલ 60 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં 21 વિદેશી ખેલાડી સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024