પ્રથમ ટેસ્ટ રોમાંચક: આખરી દિવસે ભારતની જીત, હાર કે ડ્રો
લીડસ
તા.23: ઓપનર કેએલ રાહુલ અને વિકેટકીપર ઋષભ પંતની શાનદાર સદીની મદદથી ભારતે બીજા દાવમાં
364 રન કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો મુશ્કેલ વિજય લક્ષ્યાંક મળ્યો
છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ કરતા ભારતના વિજયની તક વધુ છે. મેચ ડ્રો જવાની પણ સંભાવના
છે. મેચનો આવતીકાલે અંતિમ દિવસ રસપ્રદ બની રહેશે. ઇંગ્લેન્ડ ટીમ તેની આક્રમક બેટિંગ
માટે જાણીતી છે. તે કદાચ રન લક્ષ્યાંકનો પીછો કરવાનું પસંદ કરી શકે છે. જયારે ભારતીય
ટીમ બુમરાહની આગેવાનીમાં ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરી યાદગાર જીત માટે ભરચક પ્રયાસ કરશે.
પહેલા દાવમાં ભારતે આખરી 7 વિકેટ 41 રનમાં ગુમાવી હતી. જયારે બીજા દાવમાં આખરી 6 વિકેટ
31 રનમાં ગુમાવી હતી.
કેએલ
રાહુલે તેની ટેસ્ટ કેરિયરની નવમી સદી ફટકારી હતી. તે 247 દડામાં 18 આકર્ષક ચોક્કાની
મદદથી 137 રન કરી આઉટ થયો હતો. જયારે વિકેટકીપર ઋષભ પંતે બીજી ઇનિંગમાં પણ સદી કરી
કીર્તિમાન રચ્યા હતા. તેણે 140 દડામાં 1પ ચોક્કા અને 3 છક્કાથી 118 રનની આક્રમક ઇનિંગ
રમી હતી. કેએલ રાહુલ અને ઋષભ પંત વચ્ચે ચોથી વિકેટમાં 283 દડામાં 19પ રનની ભાગીદારી
થઇ હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના તમામ બોલરોની ભારે ધોલાઇ થઇ હતી. જો કે આ બન્નેના આઉટ
થયા બાદ ફરી એકવાર ભારતના નીચેના ક્રમના ખેલાડીઓ ટપોટપ આઉટ થયા હતા. કરૂણ નાયર 20, શાર્દુલ ઠાકુર 4 અને સિરાજ-બુમરાહ-કૃષ્ણા ઝીરોમાં
આઉટ થયા હતા. જાડેજા 2પ રને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી બાયડન કાર્સ અને જોશ
ટંગને 3-3 વિકેટ મળી હતી. બશિરને બે વિકેટ મળી હતી.
ભારતે
આજે તેનો બીજો દાવ 2 વિકેટે 90 રનથી આગળ વધાર્યોં હતો. ભારતે કેપ્ટન શુભમન ગિલ (8)ની
વિકેટ દિવસની બીજી ઓવરમાં જ ગુમાવી હતી.
બન્ને
દાવમાં સદી કરનાર પંત ભારતનો સાતમો બેટધર
લીડસ,
તા.23: ભારતીય વિકેટકીપર ઋષભ પંતે બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. તેણે
130 દડામાં કેરિયરની આઠમી સદી ફટકારી હતી. પહેલા દાવમાં 134 રનની ઇનિંગ રમનાર પંતે
આજે બીજા દાવમાં 118 રન ફટકાર્યા હતા અને વિક્રમોની વણઝાર રચી હતી. તે એક ટેસ્ટની બન્ને
ઇનિંગમાં સદી કરનારો સાતમો બેટધર બન્યો છે જ્યારે ઇંગ્લેન્ડમાં આ ઉપલબ્ધિ હાંસલ કરનાર
તે પહેલો ભારતીય ક્રિકેટર છે. જ્યારે વિશ્વ ક્રિકેટમાં બન્ને દાવમાં સદી કરનાર ઋષભ
પંત ફક્ત બીજો વિકેટકીપર બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના વિકેટકીપર એન્ડી
ફલાવરે બનાવ્યો હતો. તેણે 2001માં દ. આફ્રિકા વિરુદ્ધ 142 અને 199 રનની ઈનિંગ રમી હતી.
આ ઉપરાંત પંતે ઇંગ્લેન્ડમાં ચોથી સદી કરી ગાવસ્કર અને વેંગસરકરની બરાબરી કરી હતી.
ભારત
તરફથી બન્ને દાવમાં સદી કરનાર બેટધર
વિજય
હઝારે
સુનિલ
ગાવસ્કર (3 વખત)
રાહુલ
દ્રવિડ (2 વખત)
વિરાટ
કોહલી
અજિંકયા
રહાણે
રોહિત
શર્મા
ઋષભ
પંત