• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભારતીય હોકી ટીમની સતત સાતમી હાર વિશ્વ કપમાં સીધા પ્રવેશનું સપનું તૂટયું

એન્ટવર્પ તા.22: એફઆઇએચ પુરુષ પ્રો લીગ હોકીના યૂરોપીય રાઉન્ડમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યંy હતું. ગઇકાલેના મેચમાં બેલ્જિયમે ભારતીય ટીમને 6-3 ગોલથી હાર આપી હતી. ભારતીય હોકી ટીમની આ સતત સાતમી હાર છે અને વર્લ્ડ કપ માટે સીધો જ પ્રવેશ મેળવવાનું સપનું તૂટયું છે.

બેલ્જિયમ સામેના મેચમાં ભારત તરફથી દિલપ્રીત સિંઘે 36મી, મનદીપ સિંઘે 38મી અને અમિત રોહિદાસે પ6 મિનિટે ગોલ કર્યાં હતા. જયારે બેલ્જિયમ ટીમે પહેલી મિનિટે, 28મી મિનિટે, 49મી, પ3મી, પ4મી મિનિટે ગોલ કર્યાં હતા. જયારે મેચની અંતિમ ક્ષણે છઠ્ઠો ગોલ કરી ભારતને 6-3થી હાર આપી હતી.

ભારતીય હોકી ટીમ અગાઉના મેચોમાં નેધરલેન્ડ વિરૂધ્ધ 1-2 અને 2-3થી, આર્જેન્ટિના વિરૂધ્ધ 1-2થી હારી હતી. જયારે ઓસ્ટ્રેલિયા સામે બન્ને મેચમાં 2-3 અને 2-3 ગોલથી હાર સહન કરી હતી. એફઆઇએચ પ્રો લીગમાં ભારતીય હોકી ટીમ 1પ પોઇન્ટ સાથે 9 ટીમ વચ્ચે 8મા

સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક