લંડન, તા.22: ઇજાને લીધે લાંબા સમયથી બહાર રહેનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ભારત સામેના બીજા ટેસ્ટથી ઇંગ્લેન્ડની ટીમમાં વાપસી કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો બીજો ટેસ્ટ તા. 2 જુલાઇથી એજબેસ્ટનમાં રમવાનો છે. જોફ્રા આર્ચર 2021 પછીથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે તાજેતરમાં એવો સંકેત આપ્યો હતો કે આર્ચર વાપસી કરશે.
આર્ચરે ઇંગ્લેન્ડ કાઉન્ટિ ક્રિકેટમાં પાછલા કેટલાક મેચોમાં સારો દેખાવ કર્યો છે. આઇપીએલમાં તે રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો હતો. જોફ્રા આર્ચરના નામે 13 ટેસ્ટમાં 42 વિકેટ છે