રોહિત-વિરાટનું વન ડે વર્લ્ડ કપ-2027માં રમવું મુશ્કેલ ગણાવ્યું
નવી
દિલ્હી તા.22: ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ
રાજનીતિ પ્રવેશનો ઇન્કાર કર્યોં છે. જો કે તેને ભારતીય ટીમના કોચ બનવામાં કોઇ વાંધો
નથી. જુલાઈમાં પ3 વર્ષના થનાર સૌરવ ગાંગુલી આઇપીએલ ફ્રેંચાઇઝી દિલ્હી કેપિટલ્સના ડાયરેકટર
રહી ચૂકયા છે.
ભારતીય
ટીમના કોચ બનવા ઇચ્છશો તેવા સવાલ પર ગાંગુલીએ કહ્યંy આ વિશે ગંભીરતથી વિચાર્યું નથી,
કારણ કે હું અલગ અલગ ભૂમિકામાં રહ્યો છું. મેં 2013માં ક્રિકેટ છોડયું અને પછી બીસીસીઆઇનો
અધ્યક્ષ બન્યો. હવે જો કોચની ઓફર થશે તો મને વાંધો નથી. જો કે એક વાત સ્પષ્ટ કરી દઉ
કે હું રાજકારણમાં ઉતરવાનો નથી. આ મારૂ ફિલ્ડ નથી.
બંગાળની
આગામી વિધાનસભા ચૂંટણી લડવા વિશેના સવાલ પર ગાંગુલીએ ઉપરોકત જવાબ આપ્યો હતો. ગાંગુલીએ
કહ્યંy મને ઉત્તરપ્રદેશના સીએમ પદની ઓફર થયા તો પણ રાજનીતિ પ્રવેશની દિલચશ્પી નથી.
આ તકે ગાંગુલીએ વર્તમાન કોચ ગૌતમ ગંભીરની પ્રશંસા કરી હતી.
2027ના
વન ડે વિશ્વ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના હિસ્સા બનાવાની સંભાવના વિશેના સવાલ
પર ગાંગુલીએ જણાવ્યું કે તેમના માટે ત્યાં સુધી ટીમમાં ટકી રહેવું મુશ્કેલ છે. વિશ્વ
કપ સુધી ભારતને 27 વન ડે મેચ રમવાનો મોકો મળશે. બન્ને ફોર્મ અને ખાસ કરીને ફિટનેસ આ
માટે ઘણી મહત્વની બની રહેશે. ગાંગુલીનું માનવું છે કે વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો
વિકલ્પ શોધવામાં
સમય
લાગશે.