• મંગળવાર, 01 જુલાઈ, 2025

ઈંગ્લેન્ડ સામે ભારતને 6 રનની મામૂલી સરસાઇ: બ્રુક 1 રને સદી ચૂક્યો

લીડસ તા.22: નબળી ફિલ્ડીંગ વચ્ચે બુમરાહની પ વિકેટની મદદથી ભારતે પહેલા ટેસ્ટમાં 6 રનની મામૂલી સરસાઇ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 46પ રને સમાપ્ત થયો હતો. હેરી બ્રુક 1 રને સદી ચૂકી ગયો હતો.  ભારતે બીજા દાવમાં શરૂઆતમાં જ પહેલી ઇનિંગના સદીવીર યશસ્વી જયસ્વાલ (4)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અનુભવી કેએલ રાહુલ અને નવોદિપ સાઇ સુદર્શને મકકમતાથી ઇંગ્લેન્ડના બોલરોનો સમાનો કર્યોં હતો. જોકે સુદર્શન 30 રને આઉટ થયો હતો. ત્રીજા દિવસના આખરી તબકકમાં ભારતના બીજા દાવમાં 2 વિકેટે 82 રન થયા હતા. રાહુલ 46 રને કિઝ પર હતો.

આ પહેલા આજે મેચના ત્રીજા દિવસે ટી ટાઇમની ઠીક પહેલા ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 100.4 ઓવરમાં 46પ રને સમાપ્ત થયો હતો. આથી ભારતને 6 રનની મામૂલી સરસાઇ મળી હતી. ભારતીય ફિલ્ડરોએ અરધો ડઝન કેચ પડતા મુકીને મેચ પરથી પકડ ગુમાવી હતી. સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહે ટેસ્ટ કેરિયરમાં 14મી વખત ફાઇવ વિકેટ હોલ બનાવ્યો હતો. તેણે 83 ઓવરમાં પ વિકેટ લીધી હતી. જયારે પ્રસિધ્ધ કૃષ્ણાને 3 અને મોહમ્મદ સિરાઝને 2 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડનો વાઇસ કેપ્ટન હેરી બ્રુક ફકત 1 રને સદી ચૂકીને 99 રને આઉટ થયો હતો.

ઇંગ્લેન્ડે આજે તેનો દાવ 3 વિકેટે 209 રનથી આગળ વધાર્યોં હતો. સદીવીર ઓલિ પોપ (106) આજની ત્રીજી ઓવરમાં જ કૃષ્ણાનો શિકાર બની આઉટ થયો હતો. આ પછી હેરી બ્રુક સાથે બેન સ્ટોકસે (20) પાંચમી વિકેટમાં પ1 રનની અને છઠ્ઠી વિકેટમાં વિકેટકીપર જેમી સ્મિથ (40) સાથે 73 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સ્મિથે પ2 દડાની ઇનિંગમાં પ ચોક્કા-1 છક્કો ફટકાર્યોં હતો.

નવમી ટેસ્ટ સદી નજીક પહોંચેલ હેરી બ્રુક 112 દડામાં 11 ચોક્કા અને 2 છક્કાથી આકર્ષક 99 રન કરી બાઉન્ડ્રી લાઇન પર ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો. તેની વિકેટ કૃષ્ણાએ લીધી હતી. ક્રિસ વોકસે 38 અને બાયડન કાર્સે 22 રન કરી આઠમી વિકેટમાં પપ રનનો ઉમેરો કર્યોં હતો. અંતિમ બે વિકેટ ઝડપી બુમરાહે પ વિકેટ પૂરી કરી હતી. ઇંગ્લેન્ડનો દાવ 46પ રને પૂરો થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક