સચિને 2002નો ટેસ્ટ યાદ કરીને પૂછયું હવે ત્રીજી સદી કોણ ફટકારશે ?
નવી
દિલ્હી, તા. 21 : લીડ્સ ટેસ્ટના પહેલા દિવસનો અંત આવ્યા બાદ સચિન તેંડુલકરે સવાલ કર્યો
હતો કે આ ઈનિંગમાં ત્રીજી સદી કોની હશે ? હકીકતમાં સચિનને લીડ્સ મેચ જોઈને 2002નો ટેસ્ટ
મેચ યાદ આવ્યો હતો. જ્યારે તેની સાથે બે અન્ય
ભારતીય ખેલાડીએ સદી કરી હતી. આ મેચમાં ભારતે લીડ્સના મેદાનમાં ઈંગ્લેન્ડને હરાવ્યું
હતું. મેચમાં સચિન, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે સદી કરી હતી.
મેચના
પહેલા દિવસ બાદ સચિન તેંડુલકરે એક્સ ઉપર લખ્યું હતું કે, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ
દ્વારા મજબૂત શરૂઆતે ભારતને સારો દિવસ બનાવવામાં સક્ષમ કર્યું હતું. ગિલ અને જયસ્વાલને
શાનદાર સદી માટે અભિનંદન. પંતનું યોગદાન પણ ટીમ માટે મહત્ત્વનું રહ્યું છે. આ ઈનિંગને
2002ના હેડિંગ્લે ટેસ્ટની યાદ અપાવી છે જ્યારે પોતે, ગાંગુલી અને દ્રવિડે સદી કરી હતી
અને ટેસ્ટ જીત્યો હતો. હવે આ વખતે ત્રીજી સદી કોણ ફટકારશે ?