રોહિત શર્માને પાછળ છોડયો : પંતના નામે ઠઝઈમાં 60 સિક્સર
નવી
દિલ્હી, તા. 21 : ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે સદી દરમિયાન
એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. પંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનીશપમાં સૌથી વધારે સિક્સર ફટકારવામાં
બીજા નંબરે પહોંચ્યો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડયો છે.
પંતે પહેલા ટેસ્ટના બીજા દિવસે 146 બોલમાં સદી પૂરી કરી હતી.
ઋષભ
પંતે લીડ્સમાં પોતાની ઈનિંગમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા અને આ સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં
સૌથી વધારે સિક્સર ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. રોહિત શર્માના નામે 40 મેચમાં
56 સિક્સ છે. જ્યારે પંતની 35 મેચમાં 60 સિક્સર છે. ડબલ્યુટીસીમાં સૌથી વધારે છગ્ગાનો
રેકોર્ડ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે.જેણે 54 મેચમાં 83 છગ્ગા ફટકાર્યા
છે. રોહિત શર્માએ ડબલ્યુટીસીના 40 મેચમાં 2716 રન કર્યા છે. જ્યારે પંતે 35 મેચમાં
2300થી વધુ રન કર્યા છે.
SENA
દેશોમાં ધોનીનું વર્ચસ્વ પૂરું : પંત સફળ
નવી
દિલ્હી, તા. 21 : ભારતીય ટીમનો ઉપકેપ્ટન ઋષભ પંત ઈંગ્લેન્ડ સામે અલગ અંદાજમાં જોવા
મળ્યો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન અમુક અતરંગી શોટ્સ રમ્યા હતા અને ગિલ સાથે મળીને
પહેલા દિવસે 138 રનની ભાગીદારી કરી હતી. જેનાથી ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. પંતે
પહેલા દિવસે અર્ધસદી કરી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા હતા. વધુમાં
આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મહત્ત્વની ઈનિંગ રમીને ધોનીને
પાછળ છોડીને એશિયાનો સૌથી સફળ વિકેટકીપર બન્યો છે.
પંતે
76 ઈનિંગમા 3000 રન પૂરા કર્યા છે અને ધોની પછી બીજો બેટ્સમેન બન્યો છે. આમ પંત ધોની
પછી ટેસ્ટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનારો બીજો કીપર બની ગયો છે. આ પહેલા એડમ ગિલક્રિસ્ટે
63 ઈનિંગમાં 3 હજાર રન કર્યા હતા. પંતે દક્ષિત આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને
ઓસ્ટ્રેલિયામા અત્યારસુધીમા 27 મેચમાં 38.80ની સરેરાશથી 1746 રન કર્યા છે. આ દરમિયાન
ચાર સદી અને છ અર્ધસદી ફટકારી છે. ધોનીને આ મામલે પાછળ છોડી પંત એશિયાનો સૌથી સફળ વિકેટકીપર
બેટ્સમેન બન્યો છે. ધોનીએ આ દેશો સામે 32 મેચમાં 1731 રન કર્યા હતા.