નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈલેક્ટ્રોનિક ડેટા સંબંધિત ચૂંટણી પંચના નિર્દેશનો હવાલો આપતા ગંભીર આરોપો મુક્યા છે. રાહુલે કહ્યું હતું કે સાફ દેખાય રહ્યું છે કે મેચ ફિક્સ છે, જે લોકતંત્ર માટે ઝેર છે. ચૂંટણી પંચે પોતાના ઈલેક્ટ્રોનિક ડેટાનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ વિમર્શ બનાવવા માટે કરવામાં આવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. ઈસીએ પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે 45 દિવસમાં ચૂંટણીને અદાલતમાં પડકારવામાં ન આવે તો તમામ ડેટા નષ્ટ કરી દેવામાં આવે. રાહુલ ગાંધીએ એકસ ઉપર પોસ્ટ કરી હતી કે વોટર લીસ્ટ? મશીન રીડેબલ ફોર્મેટ નહીં આપવામાં આવે. સીસીટીવી ફૂટેજ? કાયદો બદલીને છુપાવવામાં આવ્યા. ફોટો વીડિયો ? હવે 45 દિવસમાં જ નષ્ટ કરી દેવાશે. જેનાથી જવાબ જોઈતો હતો તે પુરાવા જ નષ્ટ કરવામાં આવી રહ્યા છે.