• મંગળવાર, 01 જુલાઈ, 2025

અમેરિકાએ વહેલો હુમલો કેમ કર્યો ?

ઉપગ્રહ તસવીરોમાં ઈરાનની ફોર્ડો પરમાણુ સાઈટ પર અસાધારણ ગતિવિધિ જોવા મળી

વોશિંગ્ટન, તા. 22 : બે દિવસ પહેલાં ઈરાન પર હુમલા અંગે ફેંસલો લેવા માટે બે સપ્તાહનો સમય માગ્યા પછી અમેરિકાએ  આ સમયસીમાથી પહેલાં જ અમેરિકાએ બંકર બસ્ટર  બોમ્બથી રવિવારે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરી દીધો હતો.

અમેરિકી વિમાનોએ આજે ઈરાની અણુ સ્થળો પર 13,620 કિલોગ્રામના વજનવાળા ત્રણ સુપરબોમ્બ ફેંક્યા હતા.

જગત જમાદારે સૈન્ય કાર્યવાહીમાં આટલી ઉતાવળ શા માટે કરી, તેની કડીઓ ઉપગ્રહ તસવીરો પરથી મળે છે.

ઈરાનના ત્રણેય પરમાણુ સ્થળોમાં રાજધાની તેહરાનથી 120 કિ.મી. દૂર ફોર્ડો યુરેનિયમ એનરિચમેન્ટ સેન્ટર સૌથી મહત્ત્વનું ઠેકાણું છે, જે પહાડથી 80-90 મીટર નીચે છે.

અમેરિકી કંપની મેકસાર ટેકનોલોજિસ તરફથી જારી કરાયેલી ઉપગ્રહ તસવીરો પરથી જણાય છે કે 19 અને 20 જૂનના ફોર્ડો સાઈટ પર અસાધારણ ગતિવિધિઓ થઈ હતી.

19 જૂનના 16 કાર્ગો ટ્રકના કાફલાને પરમાણુ સાઈટના સુરંગના પ્રવેશદ્વાર પર તૈનાત કરાઈ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક