ટ્રમ્પે સોશિયલ મીડિયા હેન્ડલમાં અફસોસ વ્યક્ત કરતા કહ્યું, કંઈ પણ કરે પુરસ્કાર નહીં મળે
નવી
દિલ્હી, તા. 21 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન
વચ્ચે સીઝફાયર કરાવવાની ક્રેડિટ લીધી છે. જો કે અફસોસ પણ વ્યક્ત કર્યો છે કે ગયા મહિને
બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે તેમને નોબેલ પ્રાઈઝ મળશે નહીં. આ દરમિયાન
પાકિસ્તાનની સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર
માટે ઔપચારિક રીતે નામાંકિત કર્યા છે. ડોનાલ્ડ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ઉપર લખ્યું હતું કે તેઓને ભારત-પાકિસ્તાન
વચ્ચે યુદ્ધ રોકાવા માટે નોબેલ પ્રાઈઝ મળશે નહીં. સર્બિયા અને કોસોવો વચ્ચે યુદ્ધ રોકવા
માટે કે ઈજીપ્ત અને ઈથોપિયા વચ્ચે શાંતિ જાળવી રાખવા તેમ જ મીડલ ઈસ્ટમાં અબ્રાહમ સમજૂતી
માટે પણ નોબેલ મળશે નહીં. તેઓ કંઈ પણ કરે શાંતિનો નોબેલ નહી મળે.
આ દરમિયાન
પાકિસ્તાને નોબેલ પીસ પ્રાઈઝ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નામાંકિત કર્યું છે.આ નામાંકનનો
આધાર નિર્ણાયક કુટનીતિક હસ્તક્ષેપ અને મહત્ત્વપૂર્ણ નેતૃત્વને બનાવવામાં આવ્યો છે.
જેમાં 2025મા ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ ઘટાડવા મહત્ત્વની ભૂમિકા ભજવવામાં
આવી હોવાનો દાવો છે. આ અગાઉ પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે વ્હાઈટ હાઉસમાં ડીનર બાદ
વચન આપ્યું હતું કે ટ્રમ્પના નામની ભલામણ 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કરશે.