• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભાવનગરમાં મોપેડમાં દારૂનું વેચાણ કરતા 4 ઝડપાયા

દારૂ, મોપેડ સહિત કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે કરી એસ.એમ.સી 

ભાવનગર, તા.23 : ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા બુટભવાની મંદિર પાસેથી પોલીસે સ્કૂટરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા ચાર ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય બુટલેગર સહિત બે શખસ નાસી છૂટયા હતા.

ભાવનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ પેટ્રાલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિત્રા વિસ્તારના બુટભવાની મંદિર પાસે મનીષ હિંમતભાઈ ઢાપા અને કાંતિ મથુરભાઈ બારૈયા મોપેડમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી મોપેડમાંથી વિદેશી દારૂના 48 ક્વાટર કિં.રૂ.13,824 મળી આવતા એએમસીએ મનીષ હિમંતભાઇ ઢાપા, કાંતી મથુરભાઇ બારૈયા, વિક્રમ હરીભાઇ મકવાણા, અજય ઉર્ફે લાલો પ્રવીણભાઇ વેગડને વિદેશી દારૂ સહિત કુલ રૂ.70,694 સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા મનીષ પોતાના મોપેડમાં દારૂ રાખી વેચતો હતો અને ઋત્વિક મુકેશભાઇ મકવાણાએ ભરત ચાવડાના કહેવાથી વિદેશી દારૂ વેચાણ કરતો હોવાની કબૂલાત કરતાં એએમસીએ તમામ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક