• મંગળવાર, 01 જુલાઈ, 2025

ગાંભડી ગામની સીમમાંથી બોટાદના યુવકની લાશ મળી યુવકે પ્રેમલગ્ન કર્યા હોવાનું મનદુ:ખ રાખી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું

બોટાદ,  તા.22: સાયલા તાલુકાના નડાળાથી ગાંભડી ગામના કાચા રસ્તે ગાંભડી ગામની સીમમાંથી બીનવારસી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી ત્યારે યુવકે પ્રેમલગ્ન કર્યા હોવાનું મનદુ:ખ રાખી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું  હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદના ગઢડા રોડ સરકારી નિશાળ ક્રિષ્નાનગર-1માં રહેતા વિપુલભાઇ દિલીપભાઇ ઓળકિયા ખાનગી મેડિકલમાં નોકરી કરી પોતાનું ઘર ચલાવે છે. તેમના પરિવારમાં સુમીતાબેન, નિતાબેન અને પિન્ટુભાઇ છે. પિન્ટુભાઇ છેલ્લા ત્રણ માસથી તેના પત્ની સેજલબેન સાથે જુદા રહે છે ત્યારે તા.19-6-25ના રોજ પિન્ટુભાઇ અને તેમના મિત્ર હરેશભાઇ કલજીભાઇ સાપરા મોરબી ગાડી લઇને જતા હતા તે સમયે દેવગડ પાસે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની બલેનો ગાડી બે વખત પિન્ટુભાઇની ગાડીને ઓવર ટેક કરી હતી. પછી રસ્તામાં પિન્ટુભાઇએ ગાડી ઉભી રાખી હરેશભાઇ સાપરા કાળા કલરની ગાડીમાં જોઇ જતા ગાડીના પાછળના દરવાજામાંથી બે ઇસમ મોઢે બુકાની પહેરી હાથમાં છરી અને લોખંડનો પાઇપ લઇ પિન્ટુભાઇની ગાડી તરફ જતા પિન્ટુભાઇ ગાડી લઇ હરેશભાઇને ત્યાં મૂકીને ગાડી લઇને નોલી તરફ જતા રહ્યાહતા. તેમની પાછળ આ કાળા કલરની ગાડીએ મોન્ટુભાઇની ગાડીનો પીછો કર્યો હતો ત્યાર બાદ હરેશભાઇ ચાલીને નોલી ગામ બસ સ્ટેશન પાસેથી શટલ રિક્ષા નિકળતા તેમા બેસી પાળિયાદ તરફ જતા હતા. તે સમયે નાનાછૈડા ગામ પહોંચતા મોન્ટુભાઇ જેગાડી ચલાવતા હતા તે ગાડી રોડ ઉપર કાચ તોડેલી હાલતમાં મળી આવી હતી પરંતુ તેમાંથી મોન્ટુભાઇ મળી આવ્યા ન હતા અને તા.22-6-ઉ25ના રોજ નડાળાથી ગાભડી ગામના કાચા રસ્તે ગાભડી ગામની સીમમાંથી વહેલી સવારે 4 કલાકે મોન્ટુભાઇની લાશ મળી આવી હતી. આ મોન્ટુભાઇએ દોઢ વર્ષ પહેલા અજીતભાઇ ખાચરના દીકરી સેજલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનું મનદુ:ખ રાખી સેજલબેનના ભાઇ ઉદયભાઇ અજીતભાઇ ખાચર, કુલદીપભાઇ ખાચર, ચેતન ઉર્ફે ચેતો પ્રજાપતિ અને અજાણ્યા ઇસમોએ મોન્ટુભાઇનું અપહરણ કરી તિક્ષણ હથીયારો વડે મોન્ટુભાઇની હત્યા કરી હતી. આ બનાવ  બાદ પોલીસ ફરિયાદ બાદ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક