યુવતીના પિતા અને ભાઇએ યુવકને મોતને ઘાટ ઉતારી તળાવ પાસે ફેંકી દીધો
ભાવનગર, તા.22: ભાવનગર જિલ્લાના
મહુવા તાલુકાના નૈપ ગામે મોડી રાત્રે એક યુવક તેની પ્રેમિકાના ઘરે પ્રેમિકાને મળવા
ગયો હતો. જે વેળાએ યુવતીના પિતા તેમજ ભાઇને જાણ થઇ જતાં યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા
ઝીંકી મોતને ઘાટ ઉતારી, યુવકની લાશને ગામના તળાવ પાસે ફેંકી દીધી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નૈપ ગામે રહેતા ભાવેશભાઇ મોલાભાઇ ચૌહાણ તેના જ ગામમાં
રહેતી સોનલબેન ગોરધનભાઇ મકવાણાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જેમાં અવાર નવાર ભાવેશભાઇ
સોનલને તેના ઘરે મળવા જતી હતી. મોડી રાત્રે પણ ભાવેશભાઇએ સોનલબેન સાથે ફોનમાં વાત કર્યા
બાદ સોનલબેનના ઘરે મળવા ગયો હતો જે દરમિયાન સોનલબેનના પિતા ગોરધનભાઇ અને ભાઇ ગોમાનભાઇ
મકવાણાને ભાવેશભાઇ તેના ઘરે તેમની દીકરીને મળવા આવ્યાની જાણ થતાં બન્ને પિતા-પુત્રએ
યુવકની પકડી લઇ, માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટયા
હતા.
દરમિયાન સવારના સુમારે ભાવેશભાઇના
પિતા વાડીએથી ઘરે પરત ફર્યા હતા તે વેળાએ ખાટલામાં ભોવશભાઇ સુતેલા જોવા ન મળતા તેમના
પરિવારજનોએ ભાવેશભાઇની ગામમાં શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન નૈપ ગામે ભાવેશભાઇની લોહિલુહાણ
લાશ મળતા ઘટનાની જાણ મહુવા રૂરલ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે જઇ યુવકની લાશ પી.એમ.
અર્થે ખસેડી હતી અને ફરાર થઇ ગયેલ પિતા-પુત્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.