• મંગળવાર, 01 જુલાઈ, 2025

સોરઠની 110 ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી : 903 ઉમેદવારોનું ભાવિ ઘડાશે

ચૂંટણી પૂર્વે 14 સરપંચો 309 સભ્યો બિનહરીફ

 

જૂનાગઢ, તા.21: જૂનાગઢ જિલ્લાની 134 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી વચ્ચે 24 ગ્રામ પંચાયતો સમરસ, બિનહરીફ થતા આવતી કાલ તા.22ના 110 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનારી છે. તેમાં 903 ઉમેદવારોના મતદારો રાજકીય ભવિષ્ય ઘડશે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે.

જિલ્લાની 72 ગ્રામ પંચાયતોની સામાન્ય તથા  62 ગ્રામ-પંચાયતોની પેટા ચૂંટણી આવતી કાલે યોજાશે. કુલ 134 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા 1381 ફોર્મ ભરાયા હતા. તેમાંથી 1376 ફોર્મ માન્ય રહ્યા હતા અને 150 ફોર્મ પરત ખેંચાયા હતા. ત્યાર બાદ સમરસ અને બિનહરીફ માટેની કવાયત શરૂ થતા 11 ગ્રામ પંચાયતો સમરસ

થઇ હતી.

આ કવાયત બાદ આવતી કાલ તા.22ના જિલ્લાની 73 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 37 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. તેમા 903 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

તેમાં સૌથી વધુ માંગરોળ તાલુકામાં 331 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તેમાં સરપંચ પદ માટે 54, સભ્ય માટે 277 છેએવી જ રીતે કેશોદ તાલુકામાં સરપંચ પદ માટે 48 અને સભ્ય પદ માટે 157 ઉમેદવારો, માણાવદર તાલુકામાં સરપંચ પદ માટે 35, સભ્ય માટે 114, માળીયા હાટીના તાલુકામાં સરપંચ પદ માટે 29, સભ્ય માટે 102, મેંદરડા તાલુકામાં સરપંચ માટે 6 અને સભ્ય માટે 22 ઉમેદવારો, વંથલી તાલુકામાં સરપંચ પદ માટે 13, સભ્ય માટે 46 ઉમેદવારો મેદાનમાં છે.

જિલ્લામાં સૌથી વધુ કેશોદ તાલુકામાં 6, સરપંચને 103 સભ્યો, બિનહરીફ જાહેર થયા છે જ્યારે માણાવદર તાલુકામાં 4 સરપંચ અને 72 સભ્યો બિનહરીફ થયા છે.

વંથલી તાલુકામાં 1 સરપંચ અને 21 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. મેંદરડા તાલુકામાં બે સરપંચ, 22 સભ્યો, માંગરોળ તાલુકામાં માત્ર એક સરપંચ અને 67 સભ્યો બિનહરીફ થયા છે. માળીયા તાલુકામાં એક પણ સરપંચ બિનહરીફ થયા નથી. માત્ર 24 સભ્યો બિનહરીફ થયા છે.

 

વિસાવદર વિધાનસભાની મતગણતરી જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજમાં થશે

જૂનાગઢ, તા.21: વિસાવદર વિધાનસભા મત વિસ્તારની મત ગણતરી તારીખ 23ના રોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. કુલ 21 રાઉન્ડમાં ગણતરી થશે. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના દિશા- નિર્દેશ હેઠળ મત ગણતરીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

તા.23 જૂનના રોજ ઓબ્ઝર્વર, જિલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં મત ગણતરી શરૂ કરાશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે. ત્યાર પછી 294 બુથ દીઠ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી કરાશે. મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ સુપરવાઇઝર સહિતનો સ્ટાફ જોડાશે.

ઇ-પેપરના નવા શુલ્ક