• મંગળવાર, 01 જુલાઈ, 2025

જામનગરમાં બે સગીરા ઉપર દુષ્કર્મ કરનાર બે શખસને 20-20 વર્ષની કેદ

ભોગ બનનાર સગીરાઓને કમ્પેન્સેશનમાંથી રૂ.2 લાખનું વળતર ચૂકવવા હ્નકમ

 

જામનગર, તા. 21: જામનગરની એક સંસ્થામાં આશ્રય મેળવીને રહેતી એક સાડા તેર વર્ષની અને એક સવા પંદર વર્ષની તરૂણી ગઈ તા.2-4-2021ની રાત્રિના ત્રણેક વાગ્યે તે સંસ્થામાંથી નીકળી ગત હતી. આ તરૂણીઓને તે સંસ્થામાં રહેવાનું ગમતું ન હોવાથી ત્યાંથી બહાર નીકળી ગઈ હતી અને રાત્રિના સમયે જ સાત રસ્તા સર્કલ નજીક આવી પહોંચી હતી.ત્યાં આવેલા એક પાર્લર પાસે રિક્ષા રાખીને ઉભેલા નવાબ બશીર સેતા નામના શખસે ક્યા જવું છે તેમ પૂછતા આ તરૂણીઓએ ફરવા જવું છે તેમ કહેતા નવાબના દિમાગમાં શૈતાની વિચાર ઉદ્ભવ્યો હતો અને તેણે આ તરૂણીઓને રિક્ષામાં બેસાડી લઈ શહેરમાં આંટા મરાવ્યા પછી ખોડિયાર કોલોની નજીક રાજ ચેમ્બર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારાફરતી બંને તરૂણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારપછી બીજા દિવસની સવારે નવાબનો મિત્ર રાહુલ ભરતભાઈ સોલંકી ગેસ્ટ હાઉસ પર આવ્યો હતો. જયાં તેણે પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે નવાબ સેતા, રાહુલ સોલંકી અને ગેસ્ટ હાઉસનો ઓરડો આપનાર મેનેજર સક્સેશ સુરાભાઈ અસ્વાર સામે ગુનો નોંધ્યો હતો. 45  કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલતા અદાલતે આરોપી નવાબ બશીર સેતા અને રાહુલ ભરત સોલંકીને ગુનેગાર  ઠરાવી 20-20 વર્ષની સખત કેદની સજા અને રૂ.10-10 હજારનો દંડ ફટકાર્યા છે તેમજ ભોગ બનનાર સગીરાઓને કમ્પેન્સેશનમાંથી રૂ.2 લાખનું વળતર ચૂકવવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક