• મંગળવાર, 28 જુલાઈ, 2026

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક ?

 -બીએએમએસના ત્રીજા વર્ષનુંશલ્ય તંત્ર-1’ પરીક્ષાનું પેપર વોટ્સએપમાં ફર્યાનો દાવો

જામનગર, તા.27 રાજ્ય અને દેશભરમાં પેપરલીકની ઘટનાના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં હવે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બીએએમએસના તૃતીય વ્યાવસાયિક વર્ષ શલ્ય તંત્ર-1’ની તા 20 જુલાઈએ લેવાયેલી પરીક્ષાના મહત્ત્વના મુદ્દાઓ પરીક્ષા પહેલાં વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. જો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના સત્તાધીશોએ વાતને નકારી હતી.

 સોશિયલ મીડિયા પર પરીક્ષા પહેલાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદોમાં અનેક સવાલો ઉભા થયા છે. ચર્ચા એવી પણ છે કે પ્રશ્નપત્રના કુલ 12 મહત્ત્વના મુદ્દાઓમાંથી 11 મુદ્દા વાયરલ થયેલા મેસેજ સાથે મેળ ખાય છે.

જેને લઈને જામનગર શહેર યુવક કોગ્રેસના પ્રમુખ અને એન.એસ.યુઆઈ પ્રમુખ દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિકારીને અંગે રજૂઆત કરાઈ હતી. જોકે દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. સમગ્ર મામલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે 20 જુલાઈએ સવારે યોજાયેલી શલ્ય તંત્ર-1ની પરીક્ષા નિર્ધારિત સમય મુજબ પૂર્ણ થઈ હતી.ત્યારબાદ સાંજના સમયે મોબાઇલ મારફતે માહિતી મળી કે પરીક્ષા પહેલાં કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર ફરતા હતા. માહિતી મળતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું હતું. કુલપતિ સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ ખાતરી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026