• મંગળવાર, 28 જુલાઈ, 2026

શૂટીંગ વર્લ્ડ કપમાં ઇશા સિંહને સુવર્ણ અને મનુ ભાકરને કાંસ્ય ચંદ્રક

હાંગઝોઉ (ચીન), તા.27 ભારતની પ્રતિભાશાળી નિશાનેબાજ ઇશા સિંહે આજે આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટીંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 2 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હમવતન ખેલાડી મનુ ભાકરને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મનુ ભાકરને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડÎ હતો. 21 વર્ષીય ઇશા સિંહે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને 40 પોઇન્ટ સાથે સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનારા સ્ટાર શૂટર મનુ ભાકરે શૂટ-ઓફમાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના ખાતામાં કુલ 28 પોઇન્ટ રહ્યા હતા. જો કે કવોલીફાય રાઉન્ડમાં મનુ ભાકર 86 પોઇન્ટ સાથે ટોચ પર રહી હતી, પણ ફાઇનલમાં તે ઘણા નિશાન ચૂકી હતી. ઇશા સિંહે 2 મીટર પિસ્તોલ સ્પર્ધામાં અગાઉ મ્યૂનિચ વિશ્વ કપમાં 43 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026