સંસદમાં પ્રસ્તાવ લાવશેઃ નિશિકાંત દુબેએ રાહુલની વિદેશ યાત્રાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ
નવી દિલ્હી,
તા.27ઃ
પેપર લીક
મુદ્દે છાત્રોનાં
આંદોલનને બળ
આપીને રાહુલ
ગાંધીએ સરકાર
ઉપર તડાપીટ
બોલાવ્યા બાદ
હવે ભાજપનાં
નિશાને ફરી
એકવાર લોકસભામાં
વિપક્ષનાં નેતા
રાહુલ ગાંધી
છે. ઝારખંડથી
ભાજપનાં સાંસદ
નિશિકાંત દુબેએ
રાહુલ ગાંધી
ઉપર હુમલો
બોલાવતા દાવો
કર્યો હતો
કે, ભાજપ
બહુ જલ્દી
રાહુલ ગાંધીને
વિપક્ષનાં નેતા
પદેથી હટાવવા
માટે સંસદમાં
એક પ્રસ્તાવ
લાવી શકે
છે.
દુબેએ કહ્યું
હતું કે,
રાહુલ ગાંધીની
જવાબદારી નક્કી
થવી જરૂરી
છે કારણ
કે 2004થી
લઈને 2026 વચ્ચે
તેમણે જેટલી
પણ વિદેશ
યાત્રા કરી
છે તેનાં
વિશે કોઈપણ
સ્પષ્ટ જાણકારીઓ
નથી. તેઓ
જ્યારે પણ
વિદેશ જાય
છે ત્યારે
દેશ, સરકાર
અને બંધારણ
વિરુદ્ધ નિવેદનબાજી
કરે છે.
તેઓ વિદેશમાં
કોને મળે
છે? કેવા
પ્રકારનાં આંદોલનો
માટે ભંડોળની
વાતો થાય
છે તે
હજી સુધી
રહસ્ય જ
બનેલું છે.
રાહુલની અમેરિકાની
યાત્રા વખતે
અમેરિકી ઉદ્યોગપતિ
જ્યોર્જ સોરોસ
સાથે જોડાયેલા
લોકો પણ
સામેલ હતાં.
રાહુલ વિદેશી
તાકાતનાં હાથમાં
રમી રહ્યાં
છે અને
દેશને વિભાજિત
કરવાની સાજિશમાં
સંડોવાયેલા છે.