• મંગળવાર, 28 જુલાઈ, 2026

રાજકોટમાં ઝેરી દવા પી પરિવારનો સામૂહિક આપઘાત

-પી.ડબ્લ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીના પરિવારે આર્થિક તંગીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન; પરિવારમાં શોકનું મોજું

રાજકોટ, તા.27 રાજકોટ શહેરના પ્રખ્યાત સાધુ વાસવાણી રોડ પર આવેલા યોગેશ્વર પાર્ક વિસ્તારમાંથી અત્યંત કરૂણ અને કાળજુ કંપાવે દે તેવી ઘટના સામે આવી છે. પી.ડબ્લ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારીના પરિવાર દ્વારા આર્થિક ભીંસથી કંટાળીને પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સારવાર મળે તે પહેલા પત્નીનું મૃત્યુ થયું હતું અને પિતા-પુત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા પિતા-પુત્ર બંનેએ દમ તોડી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કરૂણ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિવારને હોસ્પિટલે પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી અને પરિવારે આર્થિક તંગીથી કંટાળી પગલું ભર્યું કે અન્ય કોઈ કારણથી તે જાણવા પોલીસે તપાસ તેજ કરી છે.

   કરુણ બનાવની જાણ થતાં આસપાસના પડોશીઓ અને સ્થાનિક લોકો દોડી ગયા હતા અને દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર, તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર તથા પુત્ર નિશીત ખખ્ખરને દવા પીધેલી હાલતમાં જોઈ તાત્કાલીક 108 અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય સભ્યોને બેભાન અવસ્થામાં સારવાર માટે ઝડપથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ પરિવાર હોસ્પિટલે પહોંચે તે પહેલા રસ્તામાં પત્ની સ્મીતાબેને દમ તોડી દીધો હતો અને પિતા-પુત્રની હાલત અતિ નાજુક હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પિતા-પુત્રને બચાવવા માટે તબીબી ટીમો સતત પ્રયત્નશીલ હતી પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા પિતા-પુત્રએ પણ દમ તોડી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી

હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા દિલીપ ખખ્ખર પાસેથી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરિવાર છેલ્લા ઘણા સમયથી ભારે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યો હતો. જેના હિસાબે આવું આત્મઘાતી પગલું ભર્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા અને નમૂનાઓ એકત્ર કરી સુસાઈડ નોટ લખી છે કે નહીં અને જો સુસાઈડ નોટ લખી છે તો તે ક્યાં છે? તે અંગે ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026