• સોમવાર, 27 જુલાઈ, 2026

યૂથ હોકી-ફાઇવ એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી ભારત ચેમ્પિયન

મહિલા ટીમને રજત ચંદ્રક

મસ્કત તા.26 ભારતીય સબ-જૂનિયર પુરુષ હોકી ટીમે એફઆઇએચ યૂથ હોકી-ફાઇવ એશિયન ચેમ્પિયનશિપમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને 3-1 ગોલથી હાર આપીને ચેમ્પિયન બની છે. જયારે સ્પર્ધાના મહિલા વિભાગમાં ભારતીય ટીમને રનર્સઅપ બની રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો.

પુરુષ વિભાગના ફાઇનલમાં ભારતીય યુવા ટીમે શરૂઆતથી આક્રમક રમત રમી હતી. મેચની પાંચમી મિનિટે રોમિત પાલે ભારત તરફથી પહેલો ગોલ કર્યોં હતો. બીજા હાફમાં કેતન કુશવાહાએ 12મી મિનિટે અને તેની એક મિનિટ પછી શાહરૂખ અલીએ ગોલ કરીને ભારતની સરસાઇ 3-0 કરી દીધી હતી. પાકિસ્તાન તરફથી 16મી મિનિટે મોહમ્મદ અબ્બાસે ગોલ કરી હારનું અંતર ઓછું કર્યું હતું.

મહિલા વિભાગના ફાઇનલમાં ભારતીય ટીમ ચીન વિરૂધ્ધ 2-4 ગોલથી હારી હતી અને રજત ચંદ્રક જીતી વર્લ્ડ કપ માટે કવોલીફાય થઇ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદના ઈજનેર યુવાનનું કેનેડામાં કાર અકસ્માતમાં મૃત્યુ રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ટક્કર મારતા બન્યો બનાવ July 27, Mon, 2026