• મંગળવાર, 28 જુલાઈ, 2026

વેઇટ લિફટર્સ જ્ઞાનેશ્વરી, મુથુપાંડીને રજત અને બિંદિયાને કાંસ્ય ચંદ્રક

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 6 મેડલ સાથે ભારત આઠમા ક્રમે

ગ્લાસગો, તા. 27 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વધુ બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આથી કુલ 6 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ભારત 8મા ક્રમે આવી ગયું છે. તમામ 6 મેડલ વેઇટ લિફટીંગમાં જીત્યા છે.

વેઇટ લિફટર્સ  રાજા મંથુપાંડી બાદ જ્ઞાનેશ્વરી યાદવે રજત ચંદ્રક કબજે કર્યાં હતા અને બિંદિયાદેવીને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. મહિલાઓની 3 કિલો વજન જૂથ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો અને કલીન એન્ડ જર્કમાં 111 કિલો વજન ઉઠાવ્યા હતા. આથી તેણી કુલ 199 કિલો વજન સાથે બીજા નંબર પર રહી અને સિલ્વર મેડલની હકદાર બની હતી. નાઇજીરિયાની ઓનોમે દિદિહ કુલ 206 વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીતી હતી. કેનેડાની રેબેકાએ 178 કિલો વજન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પુરુષોની 6 કિલો વજન જૂથની વેઇટ લિફટીંગ સ્પર્ધામાં ભારતના ખેલાડી રાજા મુથુપાંડીએ શાનદાર દેખાવ કરીને રજત ચંદ્રક જીત્યો હતો. તેણે સ્નેચ રાઉન્ડમાં 126 કિલો અને કલીન એન્ડ જર્કમાં 160 કિલો મળી કુલ 286 કિલો વજન ઉઠાવ્યું હતું. આથી રાજા મુથુપાંડી બીજા સ્થાને રહી સિલ્વર મેડલનો હકદાર બન્યો હતો. સ્પર્ધા મલેશિયાના વેઇટ લિફટર મુહમ્મદ અજનિલ બિન બિદિન કુલ 299 કિલો વજન ઉંચકીને સુવર્ણ ચંદ્રક જીતવાનો સફળ રહ્યો હતો જ્યારે પાપુઆ ન્યૂ ગિની દેશના મોરિયા બારૂએ 282 કિલો વજન સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો.

જયારે બિંદિયાદેવીએ મહિલાઓની 8 કિલો સ્પર્ધામાં કુલ 199 કિલો વજન ઉંચકીને ત્રીજા સ્થાન પર રહીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026