• મંગળવાર, 28 જુલાઈ, 2026

વૈભવ પરિપકવ બની ચૂકયો છે, અનેક રેકોર્ડ તોડશે ઃ કોચ લક્ષ્મણ

હરારે તા.27 ટીમ ઇન્ડિયાના ઇનચાર્જ કોચ વીવીએસ લક્ષ્મણે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર 1 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. કોચ લક્ષ્મણે કહ્યું પાછલા 6 મહિનામાં વૈભવની પરિપકવતા, ખેલની સમજ અને દબાણમાં નિર્ણય લેવાની ક્ષમતામાં જબરદસ્ત સુધારો જોવા મળી રહ્યો છે.

વૈભવે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ટી-20 શ્રેણીમાં 0.33ની સરેરાશથી કુલ 11 રન કર્યાં હતા. તે પ્લેયર ઓફ સિરીઝ બન્યો હતો.

ત્રીજા મેચની જીત બાદ કોચ લક્ષ્મણે જણાવ્યું કે સૌથી પ્રભાવિત કરનારી વાત છે કે ખેલાડીના રૂપમાં નહીં, પણ એક વ્યકિતના રૂપમાં તેનો (વૈભવ)નો ધણો વિકાસ થયો છે. 6 મહિનાની અંદર તેની પરિપકવતામાં જોરદાર વધારો થયો છે. તે કઠિન પરિસ્થિતિને આસાનીથી સંભાળી રહ્યો છે. તેનામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોનો સમાનો કરવાનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે ખુદને સતત વિકસિત કરી રહ્યો છે. લક્ષ્મણે કહ્યું તે સદી ચૂકવાથી નિરાશ હતો. ટીમ મેનેજમેન્ટે તેને સમજાવ્યો કે કેરિયર હજુ ઘણી લાંબી છે. ઘણી તક મળતી રહેશે. લક્ષ્મણે એવો વિશ્વાસ વ્યકત કર્યોં કે આવનારા વર્ષોમાં વૈભવ અનેક મોટા રેકોર્ડ બનાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026