• મંગળવાર, 28 જુલાઈ, 2026

હવે રાજ્યોમાં શિક્ષણમંત્રીઓ સામે વિરોધ શરૂ

પંજાબથી લઈને આંધ્ર-તેલંગાણામાં રાજીનામાંની માંગ

નવી દિલ્હી, તા. 27 કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં બાદ હવે દેશભરના વિવિધ રાજ્યોમાં પણ પેપર લીક અને સરકારી ભરતીમાં ગેરરીતિઓને લઈને રાજકારણ ગરમાયું છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી દળોએ હવે ઝારખંડ, પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના શિક્ષણમંત્રીઓ પાસે રાજીનામાંની માંગ ઝડપી બનાવી છે.

પંજાબમાં બે મોટી સરકારી ભરતીઓને લઈને ભગવંત માન સરકાર વિપક્ષનાં નિશાના પર આવી ગઈ છે. બાબા ફરીદ યુનિવર્સિટી દ્વારા આયોજિતફાર્મસી ઓફિસર પરીક્ષા દરમિયાન પોલીસ અને ફ્લાઈંગ સ્કવોડે ફરીદકોટ, ફિરોઝપુર અને કોટ કપૂરાના કેન્દ્રો પર દરોડા પાડીને 35 લોકોની અટકાયત કરી હતી.

પરીક્ષા દરમિયાન ઉમેદવારો પાસેથી બ્લૂટૂથ ડિવાઇસ, બટન કેમેરા અને વાયરલેસ સાધનો મળી આવ્યાં હતાં, જેના દ્વારા હરિયાણા અને રાજસ્થાનના કંટ્રોલ રૂમમાંથી ઉત્તરો બોલવામાં આવી રહ્યા હતા.

આંધ્રપ્રદેશમાંમેગા ઉજઈ-2025’ શિક્ષક ભરતી પરીક્ષાને લઈને વિપક્ષી પાર્ટી ઢજછઈઙએ મોટો મોરચો ખોલ્યો છે. પાર્ટીએ શિક્ષણમંત્રી નારા લોકેશના રાજીનામાંની માગ સાથે સમગ્ર મામલાની કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ (ઈઇઈં) તપાસ કરવાની માંગ કરી છે.

પૂર્વ શિક્ષણમંત્રી આદિમુલાપુ સુરેશે આરોપ લગાવ્યો છે કે, પ્રશ્નપત્ર અપલોડ કરવા જેવા અતિ ગોપનીય કામો આઉટસોર્સ કર્મચારીઓ પાસે કરાવવામાં આવ્યાં હતાં, જેના કારણે આશરે 3.5 લાખ ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ થયું છેતેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પાસે શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે.

------------

નીટમાં ધાર્યા મુજબ ગુણ નહીં આવતાં છાત્રાએ કર્યો આપઘાત

મુંબઇ, તા. 27 મહારાષ્ટ્રનાં અહિલ્યાનગરમાં 19 વર્ષની નીટની છાત્રા અંકિતા સાંગલેએ આત્મહત્યા કરી લીધી હતી. મરણોત્તર પત્રમાં અંકિતાએ લખ્યું હતું કે, પરીક્ષામાં ધાર્યા મુજબની સફળતા નહીં મળતાં તે માનસિક તાણમાં હતી અને તબીબ બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. પરિવારે કહ્યું હતું કે, ઘટનાથી પહેલાં છાત્રા પોતાના ઓરડામાં અભ્યાસ કરતી હતી, ઘણી વાર સુધી કોઇ અવાજ નહીં આવતાં માતાએ દરવાજો ખોલ્યો ત્યારે અંકિતા મૃત મળી હતી.

----------

છાત્રોની કાનૂની લડાઈ માટે ભંડોળ એકત્ર કરશે સીજેપી

નવી દિલ્હી, તા.27 કોકરોચ જનતા પાર્ટીએ આજે એક નવા અભિયાનનું એલાન કર્યુ છે. નીટ પેપર લીક વિરુદ્ધ સફળ આંદોલન બાદ સીજેપી હવે નવી વેબસાઈટ શરૂ કરવાં જઈ રહી છે. જેનાં માધ્યમથી પ્રદર્શનોમાં સામેલ છાત્રો અને યુવાનોની કાનૂની લડાઈ માટે ભંડોળ એકત્ર કરવામાં આવશે.

નેપાળમાં પણ પેપર લીક સામે યુવાનોમાં રોષ

કાઠમંડુ, તા.27 નેપાળની એક વિખ્યાત યુનિવર્સિટી એમબીએસનું પેપર લીક થઈ જતાં ભારે મોટી બબાલ મચી ગઈ છે. ભારતની જેમ ત્યાં પણ યુવાનોનો રોષ રસ્તાઓ ઉપર જોવા મળ્યો હતો. નેપાળ પોલીસે પેપર લીક પ્રકરણમાં એકની ધરપકડ કરી લીધી છે.

સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી રજા

નવી દિલ્હી, તા.27 નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈને અનશન કરનાર સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ છે. તેઓ ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં દાખલ હતાં. તેમણે પોતે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હોવાની જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026