• મંગળવાર, 28 જુલાઈ, 2026

મેડે..મેડે.. રાજકોટ એરપોર્ટ પર શ્વાસ અદ્ધર

- દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટમાં ધુમાડા નીકળતા પાયલટે વિમાનનું રાજકોટમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું

 

રાજકોટ, તા. 27 આજે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એટીસી વોચ ટાવર પરમેડે.. મેડે..’ નો કોલ આવતા અધિકારીઓ તેમજ એરપોર્ટ પર ઉપસ્થિત સૌકોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. દુબઈથી મુંબઈ આવતી ક્રુ મેમ્બર અને પેસેન્જર મળી 194 લોકો સાથેની ઈન્ડિગો એરલાઈન્સની ઈન્ટરનેશનલ ફ્લાઈટ એરબસ 321ના લગેજ વિભાગમાં ધુમાડો નીકળતા 1452 નંબરની ફ્લાઈટના પાયલટે ભારે ઉત્તેજના સાથે મેસેજ આપ્યો હતો સાથે એરપોર્ટ પર ફુલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. જોકે એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા દળો, જવાનોની આગવી તૈયારી અને સાવચેતીના લેવાયેલા પગલાં અને પાયલટની સજ્જતાને કારણે વિમાનનું રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

 એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ દુબઇથી સહી સલામત ઉપડી હતી, પરંતુ રસ્તામાં ફલાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાતા ફ્લાઇટને ઈમરજન્સીમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. વિમાનમાં ધુમાડા નીકળતા હોવાની અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું હોવાની જાણ થતા ફલાઇટમાં રહેલા ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફર ભયભીત થયા હતા, પરંતુ પાયલોટ દ્વારા ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવતા દૂર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓથોરિટીને ટેલીફોનિક સૂચના આપી હતી. અને પેસેન્જર્સને કોઈપણ પ્રકારની તકલીફ પડવી જોઈએ, તેના માટે તમામ પગલા લેવામાં આવે, એવી તાકીદ કરી હતી.

સાથે ફ્લાઈટના 185 પેસેન્જર્સ, 2 બાળકો અને 7 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારી રિફ્રેશમેન્ટ એરિયામાં રાખી ફ્લાઈટનું ચાકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી અને નવી ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ હતી.

સુરક્ષા જવાનો, રાજકોટ કલેક્ટર, ફાયર ફાઈટર, તબીબી સ્ટાફ દોડી ગયા

 એરપોર્ટ પર મેજર કોલ મળતા રાજકોટથી મહાનગરપાલિકાના 2 ફાયર ફાઇટર અને 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને સમયે ફાયર બ્રિગેડના જવાનો તેમજ તબીબી સ્ટાફ પણ તૈયાર હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર, સીઆઈએસએફ અને એરપોર્ટ પોલીસ સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.

70 એમ્બ્યુલન્સ અને નર્સિંગ સ્ટાફ સજ્જ રખાયો

 રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં કાર્ગો એરિયામાં પાયલોટને ધૂમાડો દેખાયો હતો જેના કારણે ઇમર્જન્સી લેન્ડિંગ માટે જાણ કરવામાં આવતા ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર તાત્કાલિક અસરથી મેજર કોલ જાહેર કરી 70 જેટલી એમ્બ્યુલન્સ, નર્સિંગ સ્ટાફ, ડોક્ટર તેમજ ફાયર ફાઈટરને એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રામોલ ફટાકડા બ્લાસ્ટ કેસના ત્રણેય આરોપી જેલ હવાલે ગેરકાયદે ધમધમતા કારખાનામાં બ્લાસ્ટ થતા 10 લોકોનાં થયા હતા મૃત્યુ July 28, Tue, 2026