પૂરપાટ ઝડપે સ્કૂટર વીજપોલ સાથે ટકરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.27: અમદાવાદના સાબરમતી
રિવરફ્રન્ટ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા
સગીર ભાઈ-બહેનનું કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ પાલડી વિસ્તારમાં
રહેતા કાવ્ય નિશીથ મહેતા અને તેની બહેન જૈના મહેતા ટુ-વ્હીલર પર માતાની ઓફિસેથી ઘરે
પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ પર અચાનક સ્ટારિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન
બેકાબૂ બનીને રોડ પરના લાઈટના થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું. જેમાં કાવ્ય
મહેતાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર મૃત્યુ થયું હતું. પાછળ બેઠેલી બહેન
ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન
મૃત્યુ થયું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અકસ્માતના વીડિયોમાં
જોઈ શકાય છે કે વાહન થાંભલા સાથે અથડાતા જ ભાઇ બહેન હવામાં અનેક ગુલાંટ ખાઈને રોડ પર
ફંગોળાય છે અને પટકાયા બાદ ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરવામાં આવી હતી.