નવી દિલ્હી, તા. 27 ઃ ઈ20 પેટ્રોલ મામલે ફેલાવવામાં આવેલી ડીપ ફેક અને વાંધાજનક સામગ્રીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને બોમ્બે હાઈ કોર્ટમાંથી મળી ચૂકી છે. તેમણે ડીપ ફેક અને તેમના વિરૂદ્ધ શેર કરવામાં આવતા માનહાનિ ધરાવતી સામગ્રી વિરૂદ્ધ પગલું ભર્યું છે. કેન્દ્ર મંત્રીએ આ મામલે બોમ્બે હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે. જેમાં મેટા, એક્સ અને ગૂગલ જેવી મોટી કંપનીઓને દાયરામાં લેવાની મંજૂરી પણ મળી ચુકી છે.
કેસમાં એવી
સામગ્રી સામેલ
કરવામાં આવી
છે જેમાં
ગડકરી અને
તેમના પરિવારને
ઈથેનોલ સંબંધિત
પ્રોફિટ્સને લઈને
નિશાન બનાવવામાં
આવી રહ્યા
છે. આ
અગાઉ ગડકરીએ
આ મુદ્દે
પ્રતિક્રિયા આપતા
કહ્યું હતું
કે તેમના
પરિવારના સભ્યો
પાસે ખાંડની
મિલ છે
અને કંપની
ઈથેનોલ ઉત્પાદન
ઉપર નિર્ભર
નથી.