નવી દિલ્હી, તા. 26 ઃ ભારત સરકારે કાળા સમુદ્ર અને તેની નજીકના દરિયાઈ વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વધતાં ત્યાં કાર્યરત વ્યાવસાયિક જહાજો પર કામ કરતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા અંગે એડવાઈઝરી જારી કરી છે. એક મીડિયા હેવાલ મુજબ, આ સલાહમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત અસ્થિર છે. આ વિસ્તારમાંથી પસાર થતા જહાજો મિસાઇલ અને ડ્રોન હુમલા સહિતના ગંભીર સુરક્ષા જોખમોનો સામનો કરી રહ્યા છે.
આ જળમાર્ગોમાં
મિસાઇલ અને
ડ્રોન હુમલાઓમાં
વધારો થયો
છે, જેના
પરિણામે પાંચ
ભારતીય નાગરિકોના
મોત થયા
છે. સંઘર્ષગ્રસ્ત
વિસ્તારોમાંથી પસાર
થતા અથવા
ત્યાં કાર્યરત
વ્યાવસાયિક જહાજો
પર કામ
કરવા ઈચ્છતા
ભારતીય નાગરિકોને
સલાહ આપવામાં
આવે છે
કે તેઓ
આવી નોકરી
સ્વીકારતા પહેલાં
ત્યાંના સુરક્ષા
જોખમોનું ઝીણવટભર્યું
મૂલ્યાંકન કરે.
આ સલાહકારી
સૂચના આ
ક્ષેત્રોમાં કાર્યરત
નાવિકોને સલાહ
આપે છે
કે, તેઓ
ભરતી કરતી
એજન્સીઓ અને
જહાજ સંચાલકો
પાસેથી જહાજના
નિર્ધારિત માર્ગ,
મુલાકાત લેવાના
બંદરો, સુરક્ષાના
પગલાં, વીમા
કવરેજ અને
કટોકટીના સમયે
અનુસરવાની કાર્યવાહી
અંગે સંપૂર્ણ
માહિતી મેળવે.