વિદેશ મંત્રાલયે યુક્રેનનાં રાજદૂતને બોલાવીને ભારતની ચિંતા પ્રગટ કરી
નવી
દિલ્હી,
તા.27ઃ યુક્રેનનાં
ઓડેસા
બંદરે
ચાર
ભારતીયો
સાથેનાં
વધુ
એક
વેપારી
જહાજ
ઉપર
હુમલો
થયો
છે.
ભારતીય
દૂતાવાસ
દ્વારા
આની
જાણકારી
આપવામાં
આવી
હતી
અને
કહેવામાં
આવ્યું
હતું
કે,
જહાજનાં
ચાલકદળનાં
બે
સદસ્ય
સુરક્ષિત
છે
અને
બે
વિશે
હજી
સુધી
જાણકારી
પ્રાપ્ત
થઈ
નથી.
આ
હુમલો
એમવી
એજીએન
રેગ્નર
ઉપર
થયો
હતો.
ભારતીય
દૂતાવાસે
કહ્યું
હતું
કે,
સ્થિતિ
ઉપર
તેની
ચાંપતી
નજર
છે.
હુમલો
થયો
ત્યારે
જહાજ
ઉપર
ચાર
ભારતીય
નાગરિક
હતાં.
જેમાંથી
બે
વિશે
કોઈ
જાણકારી
મળી
નથી
અને
બચાવ-શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
આ
ઘટના
બાદ
કાળા
સમુદ્ર
ક્ષેત્રમાં
ભારતીય
ખલાસીઓની
સુરક્ષા
માટે
ભારતે
મોટું
કૂટનીતિક
પગલું
ઉઠાવ્યું
છે.
વિદેશ
મંત્રાલયે
આજે
દિલ્હીમાં
યુક્રેનનાં
રાજદૂત
ડૉ.ઓલેક્સાંદ્ર
પોલિશચુકને
બોલાવ્યા
હતાં
અને
ભારતીય
નાગરિકોની
સુરક્ષા
સર્વોચ્ચ
પ્રાથમિકતા
હોવાનું
જણાવીને
ભારતની
ચિંતા
દર્શાવી
હતી.