સામાન્ય કરતાં વરસાદ ઓછો રહેવાનો હવામાન વિભાગનો પ્રાથમિક અંદાજ
નવીદિલ્હી,
તા.14 : ભારતમાં આ વર્ષે અલ નીનોનો અસર અગાઉ કરતા ઘણી વધુ મજબૂત રહેવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાના પ્રાથમિક અંદાજમાં જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ સામાન્ય
કરતા ઓછો રહેવાની શક્યતા છે.
અમેરિકા
અને યુરોપની હવામાન એજન્સીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અંદાજ મુજબ, આગામી 2-3
મહિનામાં અલ નીનોનો પ્રભાવ શરૂ થઈ શકે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે
આ વખતે અલ નીનો અગાઉના અંદાજ કરતાં ઘણું વધુ શક્તિશાળી બની શકે છે. 1980 પછીના અલ નીનોવાળા વર્ષોમાંથી લગભગ 70% વર્ષોમાં
ચોમાસું નબળું રહ્યું છે. આ દર્શાવે છે કે પ્રશાંત મહાસાગરમાં પરિસ્થિતિ બદલાતા જ જૂનથી
સપ્ટેમ્બર વચ્ચે ભારતના વરસાદ પર સ્પષ્ટ અસર પડે છે. રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે
આવા કુલ 13 વર્ષોમાંથી 7 વર્ષોમાં ચોમાસુ નબળું અથવા તો ખૂબ જ નબળું રહ્યું છે. તેમાં
બે વર્ષોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો (90-96%) રહ્યો હતો. ત્રણ વર્ષોમાં સામાન્ય અને
એક વર્ષમાં સામાન્ય કરતાં વધુ રહ્યો હતો. જેમાં 2018 અને 2002માં ચોમાસામાં ખૂબ જ ઓછો
વરસાદ પડયો હતો.
કેટલાંક
વર્ષોમાં અલગ સ્થિતિ પણ જોવા મળી છે. જેમ કે 2014માં પ્રશાંત મહાસાગરમાં વધતી ગરમી
છતાં અલ નીનો સંપૂર્ણ રીતે વિકસિત ન થયું હોવા છતાં ચોમાસા પર અસર પડી હતી.