પોલીસે બે સંચાલક સહિત પાંચને ઝડપી પાડયા
સુરત,
તા. 13 : સુરતના પુણા વિસ્તારના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતાં કૂટણખાના પર પોલીસની
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડી સ્થળ પરથી સંચાલકો અને ગ્રાહકો સહિત પાંચ
લોકોની ધરપકડ કરી 6 મહિલાને મુક્ત કરાવી હતી.
એએચટીયુના
પીઆઇ એમ. બી. શેરગીલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, પૂણા-કડોદરા રોડ પર ટાઇમ સ્ક્વેર
બિલ્ડિંગના પહેલા માળે આવેલા એનઆરમાં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરાવવામાં આવે
છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી બે સંચાલકો ગણેશભાઇ મુકેશભાઇ સોનાર અને
કોમલ નરેન્દ્ર સોનાર તથા ત્રણ ગ્રાહકોની પણ ધરપકડ કરી કુલ રૂ. 1,95,000નો મુદ્દામાલ
કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખસ સ્પાના માલિક કલ્પેશભાઈ દવે, નરેન્દ્ર
સોનાર, મહિલાઓ સપ્લાય કરનાર રાજુ પંડિત અને ગ્રાહકોને લાવવાની જવાબદારી સંભાળનાર પ્રવીણ
ઉર્ફે મેક્ષને પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે
સ્થળ પરથી 6 ભારતીય મહિલાને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી આગળની વધુ તપાસ પૂણા
પોલીસ મથકને સોંપી છે.