• બુધવાર, 15 એપ્રિલ, 2026

પ્રતિષ્ઠિત વિઝડન એવોર્ડમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો દીપ્તિ શર્મા વર્ષ-2025ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર

શુભમન, સિરાજ, જાડેજા અને પંત વર્ષના શ્રેષ્ઠ 5 ક્રિકેટરમાં સામેલ

અભિષેક શર્મા T-20 ક્રિકેટર ઓફ ધ યર

લંડન તા.14: ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત પૈકિના એક વિઝડન અલ્મનેક એવોર્ડ-202પમાં ભારતીય ખેલાડીઓએ દબદબો બનાવ્યો છે. જેમાં સૌથી મોટો એવોર્ડ દીપ્તિ શર્માને મળ્યો છે. તેણી 202પના વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની છે. જયારે ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર જાહેર થયો છે. અભિષેક શર્મા વર્ષનો શ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર બન્યો છે. જયારે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, મોહમ્મદ સિરાઝ, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાએ ગયા વર્ષે ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણીના શાનદાર દેખાવ માટે વિઝડનના વર્ષના શ્રેષ્ઠ પાંચ ખેલાડીમાં સામેલ કરાયા છે. પાંચમા ખેલાડી તરીકે ઇંગ્લેન્ડનો બેટધર હસીબ હમીદ છે.

દીપ્તિ શર્માને વર્ષ 202પની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનું સન્માન વન ડે વિશ્વ કપમાં 22 વિકેટ અને 21પ રન કરવા માટે મળ્યું છે. દીપ્તિના યોગદાનથી ભારતીય મહિલા ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. જયારે શ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર બનેલા અભિષેક શર્માએ વર્ષ 202પમાં 21 મેચમાં 193ની સ્ટ્રાઇક રેટથી 8પ9 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને પ અર્ધસદી હતી.

જયારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કપ્તાન શુભમન ગિલે 7પ4 રન કર્યાં હતા. જેમાં એજબેસ્ટન ટેસ્ટમાં જ 430 રન કર્યાં હતા. જયારે મોહમ્મદ સિરાઝે આ શ્રેણીમાં સર્વાધિક 23 વિકેટ લીધી હતી. ઋષભ પંતે 479 રન કર્યાં હતા. તેને ચોથા ટેસ્ટમાં ઇજા પછી શ્રેણી બહાર થયો હતો. માંચેસ્ટર ટેસ્ટમાં પગના અંગૂઠામાં ફ્રેકચર છતાં તેણે પ4 રનની લડાયક ઈનિંગ રમી હતી. જયારે રવીન્દ્ર જાડેજાએ પ16 રન કર્યાં હતા અને 7 વિકેટ લીધી હતી. ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી.

36 વર્ષીય મિચેલ સ્ટાર્કે 202પ વર્ષમાં 11 ટેસ્ટમાં પપ વિકેટ લીધી હતી. એશિઝ સિરીઝમાં 31 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. નોર્ટિગહામશાયરના ઓપનર હસીબ હમીદે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12પ8 રન કર્યાં હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક