વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહિલાઓ માટે પત્ર : કહ્યું, ‘એ વસ્તુ માટે વરસોની રાહ જોવડાવાય નહીં, જે તમારો હક્ક છે’
નવી દિલ્હી, તા. 14 :?નારીશક્તિ
વંદન સંમેલનના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની મહિલાઓને સંબોધીને એક
પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મહિલા અનામતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જો 2029માં
લોકસભા અને અલગ-અલગ વિધાનસભાઓની ચૂંટણી મહિલાઓની અનામત બેઠકો સાથે જો થશે ભારતીય લોકતંત્ર
વધુ મજબૂત અને વધુ જીવંત બનશે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે
મહિલાઓ અનેક ક્ષેત્રમાં સારું કામ કરી રહી છે, ત્યારે એ બિલકુલ યોગ્ય રહેશે કે લોકસભા-વિધાનસભામાં
પણ મહિલાઓની ભાગીદારીમાં વધારો થાય. ભારતની બેટીઓને એ ચીજ માટે હંમેશાં રાહ જોયા કરવાનું
કહી શકાય નહીં, જે તેમનો હક્ક છે.
‘એક્સ’ પર એક પોસ્ટમાં વડાપ્રધાને
જણાવ્યું હતું કે, અહીં ‘ભારતની નારીશક્તિ’નાં નામે મારો પત્ર?છે, જેમાં હું દશકાઓથી
પડતર હતું એ વચનને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. મેં મારા સાથી નાગરિકો
સાથે એ સંકલ્પને પૂર્ણ કરવાના વિષયમાં મારા વિચારો વ્યક્ત કર્યા છે.
મોદીએ પત્રમાં જણાવ્યું હતું
કે, હું તમને સૌને આગ્રહ કરું છું કે, તેઓ પોતાના સ્થાનિક સાંસદોને પત્ર લખજો અને આ
ઐતિહાસિક સંસદ સત્રમાં ભાગ લેતી વખતે તેમનો ઉત્સાહ વધારજો.